SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. તત્વદૃષ્ટિ અષ્ટક ૨૬૩ ઝઘડા હોય, કોઈને કોર્ટકચેરીનાં લફરાં હોય, કોઈકને સંતાન ન હોય, કોઈકને અસાધ્ય માંદગી હોય-આવી આવી તકલીફો આવા બાવાઓ મંત્ર ફૂંકીને દૂર કરી નાખે છે એવી અંધશ્રદ્ધા હોય છે. કેવળ બહિર્દષ્ટિ જીવનું ગજું આથી વધારે જોવા-સમજવાનું હોતું નથી. તત્ત્વદષ્ટિ જીવ સાધુ બાવાઓના કષ્ટથી અંજાતા નથી. એવું કષ્ટ તો તિર્યંચ ગતિના જીવો કેટલું ભોગવે છે ! તત્ત્વદૃષ્ટિવાળો જીવ તો સાધકની આત્મદશા-જ્ઞાનદશા કેટલી ઊંચી છે, તેની અંતરંગ પરિણતિ કેવી છે, તેના ક્રોધાદિ કષાયોની મંદતા કેવી છે, તેનું અંતિમ લક્ષ્ય કેવું છે તેનો વિચાર કરીને તે પ્રમાણે તેમની મહત્તા સમજે છે. [૧૫૨] વિIRTય વિશ્વસ્થોપવાRચૈવ નિર્મિતા: ! स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वदृष्टयः ।। १९ ।। ८ ।। [શબ્દાર્થ : ન=નથી; વિIR =વિકારને માટે; વિશ્વચ્છ વિશ્વના; ૩૫RTય= ઉપકારને માટે; =જ; નિર્મિતા =નિર્માણ કરેલાં છે, ઉત્પન્ન કરેલાં છે; રાખ્યપીયૂષવૃષ્ટય:=જેનાથી કારુણ્યરૂપી અમૃતની વૃષ્ટિ સ્કુરાયમાન છે; તત્ત્વદષ્ટય =તત્ત્વદૃષ્ટિવાળા.] અનુવાદ-વિકાસ પામતી (સ્કુરાયમાન) કરુણારૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તત્ત્વદષ્ટિવાળા પુરુષોનું નિર્માણ વિકાર માટે નહિ પણ વિશ્વના ઉપકાર માટે છે. (૮) વિશેષાર્થઃ તત્ત્વદષ્ટિવાળા મહાત્માઓનું જીવન કેવું હોય છે ? તેમનું જીવન વિકાર માટે નહિ પણ ઉપકાર માટે હોય છે. તેઓ દરેક પરિસ્થિતિને રાગદ્વેષથી નહિ પણ તટસ્થ તત્ત્વદૃષ્ટિથી એટલે કે આત્મતત્ત્વની દૃષ્ટિથી અથવા આત્મતત્ત્વના સંવેદનરૂપ-દષ્ટિથી નિહાળે છે. એવી દૃષ્ટિવાળા મહાત્માઓ સંસારમાં પુગલના ખેલને સમદષ્ટિથી નિહાળે છે, પરંતુ એ ખેલના ભોગ બનેલા જીવો પ્રત્યે તેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy