SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. અનાત્મશંસાષ્ટક ૨ ૫ ૧ પવનથી પ્રેરિત થયેલો; ગુયાગુણના સમૂહને; લુવવૃવીકૃત્ય પરપોટારૂપ કરીને; વિનાશયસિ=વિનાશ કરે છે; વિં=કેમ; મુધા=ફોગટ, વ્યર્થ.]. અનુવાદ-સમુદ્ર અર્થાત્ મર્યાદા સહિત હોવા છતાં પણ પોતાના અભિમાનરૂપી પવનથી પ્રેરાઇને અને ક્ષોભ પામીને, ગુણના સમૂહને પરપોટારૂપ કરીને તેનો વિના કારણે કેમ વિનાશ કરે છે ? (૭). વિશેષાર્થ : મુનિ મહારાજે અથવા કોઈ પણ માણસે પોતાના સદ્ગુણો માટે અભિમાન ન કરવું જોઇએ એ સમજાવવા અહીં એક લાક્ષણિક દષ્ટાત્ત આપવામાં આવ્યું છે. મુદ્ર અથવા મુદ્રાનો એક અર્થ થાય છે મર્યાદા. મર્યાદા સહિત એટલે સમુદ્ર= સમુદ્ર. સાગર ક્યારેય માઝા ન મૂકે. પણ સમુદ્રને પણ ક્યારેક અભિમાન થઈ આવે છે. તે વખતે તે પવનની મદદ લે છે અને એ મદદથી પોતાના પાણીના પરપોટા બનાવે છે. સમુદ્ર કુલાય છે કે જુઓ, મારા ગુણોરૂપી પરપોટા કેવા સરસ લાગે છે ! પણ ક્ષણવારમાં પરપોટા નાશ પામે છે. એટલા માટે સાધુ ભગવંતોને હિતશિક્ષા આપવામાં આવે છે કે તમારા સગુણો માટે તમે પોતે અભિમાન ન કરો. અભિમાન પરપોટા જેવું છે. તે ઘડીકમાં નાશ પામશે એટલું જ નહિ તમારા સદ્ગુણોનો પણ ઘાત કરશે. સાચા જ્ઞાની મુનિઓ સ્વમુખે આત્મશ્લાધા કરતા નથી અને પોતાની ઉપસ્થિતિમાં પોતાના ગુણોના વખાણ કોઈ કરે તો તે એમને સાંભળવા ગમતાં નથી. [૧૪] નિરપેક્ષાનવછિન્નાનાવિન્માત્રમૂર્તય: I योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ।। १८ ।। ८ ।। [શબ્દાર્થ નિરપેક્ષ=અપેક્ષા રહિત; નવચ્છિત્ર=દેશની મર્યાદા રહિત, દેશમાન વિના; મનન્ત-અનંત, કાળની મર્યાદા રહિત; વિન્માત્રમૂર્તય જ્ઞાનમય સ્વરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy