SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ જ્ઞાનસાર ૧૮. અનાત્મશંસાષ્ટક [૧૩૭] ગુર્યવિ ન પૂડસિ તમાભપ્રશંસયા | ગુૌરેવાસ પૂર્ણશે તમાભપ્રશંસયા | ૨૮ | ૨ [શબ્દાર્થ ગુૌ =ગુણો વડે; ત્રિજો; ન=નથી; પૂર્વ =પૂર્ણ, પરિપૂર્ણ, મણિ તું હોય; તમન્નબસ થયું, કંઈ લાભ નથી; માત્મપ્રશંસયા=પોતાની પ્રશંસા કરવાથી; T:=ગુણો વડે; પર્વ=જ; અસિ=તું છે; પૂર્વ =પૂર્ણ, પરિપૂર્ણ; વે=જો; વૃત=જરૂર શી; માત્મપ્રયાં=પોતાની પ્રશંસાથી.] અનુવાદજો તું ગુણો વડે પૂર્ણ નથી તો પોતાની પ્રશંસાથી શો લાભ છે ? જો તું ગુણો વડે પૂર્ણ છે તો પોતાની પ્રશંસાની જરૂર શી છે ? (૧) વિશેષાર્થ : પોતાની પ્રશંસા થાય એવી વૃત્તિ (Instinct) ઠેઠ બાલ્યકાળથી માણસમાં રહેલી હોય છે. કંઈક સરસ કામ પોતાનાથી થયું હોય તો બીજા એ જુએ છે કે નહિ, તે જોવા માટે માણસ ચારે બાજુ નજર ફેરવે છે. માણસ સ્વમુખે પોતાના ગુણોની પ્રશંસા ન કરે તો પણ બીજા એવી પ્રશંસા કરે એમ ઇચ્છે છે અને કોઈ કરે તો મનમાં રાજી થાય છે. પોતાના ગુણોને જો સરખી માન્યતા ન મળે તો માણસ નારાજ થાય છે, કટુ પ્રતિક્રિયા પણ કરે છે. ઉચ્ચ કોટિના સાધુમહાત્માઓની વાત જુદી છે. તેઓ સ્વમુખે પોતાની પ્રશંસા કરતા નથી, એટલું જ નહિ, કોઈક પ્રશંસા કરે એવી અપેક્ષા પણ રાખતા નથી. કેટલાક ક્યારેક પ્રગટ શબ્દસ્વરૂપે કોઈ આગળ પોતાની પ્રશંસા ન કરે, પણ કોઈ પોતાનાં ગુણગાન ગાય તો અંતરમાં રાજી થાય છે, જેના માત્ર તેઓ જ સાક્ષી હોય છે. સાધુ મહાત્માઓ તો પોતાના ગુણો માટે અંતર અહોભાવ કે અનુરાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy