SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૬ જ્ઞાનસાર ૩. કરણ – જાણવાનું સાધન એટલે કરણ જે જ્ઞાનોપયોગ તે આત્મા પોતે જ છે. એટલે આત્મા પોતે કરણ છે. ૪. સંપ્રદાન – સંપ્રદાન એટલે જેને માટે ક્રિયા કરાય છે. આત્માને જાણવાની ક્રિયા આત્માને માટે જ કરવાની છે. આત્મા માટે ઉત્પાદરૂપ ગુણ પર્યાયોનું પાત્ર હોવાથી સંપ્રદાન છે. ૫. અપાદાન – નાશ પામેલા પર્યાયોનું વિશ્લેષ-વિયોગનું સ્થાન આત્મા હોવાથી આત્મા પોતે જ અપાદાન છે, એટલે પર્યાયોનું છૂટવાપણું છે. ૬. અધિકરણ – આત્મા અનંત ગુણપર્યાયોનો આધાર હોવાથી આત્મા અધિકરણ છે. આ છે કારકને એક જ વાક્યમાં ગોઠવવાનાં હોય તો આ રીતે ગોઠવી શકાય: આત્મા (કર્તા), આત્માને (કર્મ), આત્મા વડે (કરણ), આત્મા માટે (સંપ્રદાન), આત્માથી (અપાદાન), આત્મામાં જ (અધિકરણ) જાણે છે. આ ષકારક સંગતિ છે. આ સંગતિ બુદ્ધિ અને તર્કથી સમજવી એટલું બસ નથી. તેની દિવ્ય અનુભૂતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. [૧૨] સંયમીસ્ત્ર વિવેવેન શાળનોત્તેજિત મુને ! धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।। १५ ।। ८ ।। [શબ્દાર્થ સંયમીā=સંયમરૂપ શસ્ત્ર; વિવેન=વિવેકરૂપી; શાન=સરાણ વડે; નિતંsઉત્તેજિત (અત્યંત તીણ) કરેલું, મુને =મુનિનુંધૃતિવારોત્વલં=સંતોષરૂપી ધારવડે ઉગ્ર; ર્મશત્રુશ્કેક્ષમં કર્મરૂપી શત્રુનું છેદન કરવામાં સમર્થ; ભ=થાય.] અનુવાદ-વિવેકરૂપી સરાણ વડે અત્યંત તીણ કરેલું, સંતોષરૂપી ધાર વડે ઉગ્ર (ઉત્કૃષ્ટ) એવું મુનિનું સંયમરૂપી શસ્ત્ર કર્મરૂપી શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય. (૮) વિશેષાર્થ : વિવેક વિશેના આ અષ્ટકનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રીએ કર્મરૂપી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy