SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. વિવેકાષ્ટક ૨ ૧૫ (પુલ)માં મગ્ન થવાથી થતા અવિવેકરૂપી જવરનું વેષમ્ય ક્યાંથી હોય? (૭) વિશેષાર્થ : અનાદિ કાળથી જગતના જીવોને પુદ્ગલનો સંગ લાગેલો છે. દેહમાં આત્મા અને પુગલ નીરક્ષીરની જેમ પ્રદેશ પ્રદેશે રહેલા છે. એટલે પોતે દેવસ્વરૂપ છે એવો ભ્રમ સેવાય છે. જ્ઞાની મહાત્માઓ દેહ અને આત્માને પોતાની વિવેકદૃષ્ટિથી ભિન્ન અનુભવે છે. જ્યાં સુધી વિવેક નથી હોતો એટલે કે અવિવેકરૂપી વર (તાવ) હોય છે ત્યાં સુધી બધું વિપરીત ભાસે છે. જીવની બધી ક્રિયાઓમાં પુદ્ગલ જ સામે ભટકાય છે. પરંતુ જીવોની આ ભ્રાન્તિ છે. પરંતુ એક વખત જ્ઞાનદશા જાગે છે, આધ્યાત્મિક વિવેક પ્રગટે છે પછી એવા જ્ઞાની મહાત્માઓને બધે આત્માનો જ અનુભવ થાય છે. દરેક ક્રિયામાં, સાધનમાં, પરિણામમાં એમને આત્મા જ દેખાય છે. ક્યારેક એવી રમત બાળકો રમે છે કે જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ એકનો એક જ હોય. કોઈ વિરહીને જ્યાં જુઓ ત્યાં પ્રિયતમાની જ આકૃતિ દેખાય છે. તેવી રીતે અહોરાત્ર આત્મામય બની ગયેલા મહાત્માઓને દરેક વાતે આત્માનાં જ દર્શન થાય છે. આત્મસ્વરૂપમાં રમણતાનો એમનો અનુભવ એવી ઊંચી કોટિનો હોય છે કે પુદ્ગલની વાત એમને ગમતી નથી. એનો અર્થ એ નથી કે પુદ્ગલ પ્રત્યે તેઓને દ્વેષ છે, પરંતુ પ્રત્યેક દ્રવ્ય અને એની પર્યાય તેમને યથાર્થ સ્વરૂપે દેખાય છે. આત્માનો જ્યારે તેઓ વિચાર કરે છે ત્યારે પુગલથી ભિન્ન આત્મસ્વરૂપનું જ તેમને દર્શન રહ્યા કરે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “વિશેષાવશ્યક ભાષ્ય'માં આત્માના છ કારક (વિભક્તિ) નીચે પ્રમાણે બતાવ્યાં છેઃ ૧. કર્તા – આત્મા સ્વયં જ્ઞાતા છે એટલે તે કર્તા છે. આત્મા પોતે સ્વગુણના પરિણમનરૂપ જાણવાની (જ્ઞપ્તિ) ક્રિયા કરે છે માટે આત્મા પોતે કર્તા છે. ૨. કર્મ-આત્મા પોતે જ અનન્ત ગુણની પ્રવૃત્તિ છે. આત્માનું જ્ઞેય સ્વસ્વરૂપ છે. એટલે આત્મા પોતે કર્મ છે, એટલે કે ક્રિયા કરનારો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy