SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. વિવેકાષ્ટક ૨ ૧ ૩ વિવેo=વિવેકરૂપી પર્વતથી; પતતિ=પડે છે; અધ:=નીચે; પરમં ભાવ=પરમ ભાવને; મન્વિચ્છ=શોધતો; ન નથી; વિવે અવિવેકમાં; નિમતિ=નિમગ્ન થાય છે, ડૂબી જાય છે.] અનુવાદ–પરમ ભાવોને નહિ ઇચ્છતો જીવ વિવેકરૂપી પર્વત ઉપરથી નીચે પડે છે. પરમ ભાવને શોધતો તે અવિવેકમાં નિમગ્ન થતો નથી. (૬). વિશેષાર્થ વિવેક અને અવિવેક માટે અહીં રૂપકો યોજવામાં આવ્યાં છે. વિવેક એટલે પર્વત અને અવિવેક એટલે પર્વતની તળેટીમાં અથવા ખીણમાં આવેલું ઊંડું જળાશય. આ વિવેક આધ્યાત્મિક ક્ષેત્રનો લોકોત્તર વિવેક છે. અવિવેક પણ એ જ ક્ષેત્રનો છે. કોઈ પર્વતારોહક બહાદુરીપૂર્વક પર્વતના હિમાચ્છાદિત શિખર સુધી પહોંચી જાય છે. કોઈક પર્વતારોહક ચડવા જાય છે પણ પગલું ચૂકે છે અને ખીણમાં ગબડતો નીચે પડી પાણીમાં ડૂબી મરે છે. જે સાધક પરમ ભાવને ઇચ્છતો નથી તે વિવેકરૂપી પર્વતના શિખર ઉપરથી પ્રમાદને લીધે નીચે પડે છે અને અવિવેકરૂપી જળાશયમાં ડૂબી જાય છે. જે પરમ ભાવને ઇચ્છે છે તે ઉત્તરોત્તર આત્માની શુદ્ધિવૃદ્ધિ કરતો પર્વત પર આરોહણ કરે છે અને કર્મના બંધથી મુક્ત થાય છે. પર્વતારોહકની કસોટી કરનાર રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગારવ છે. આરોહકે અપ્રમત્તપણે નજર સીધી અને ઊંચી રાખવાની છે. જો આસપાસનાં ત્રણ ગારવરૂપી મનોહર દશ્યો જોવામાં મન લોભાઈ ગયું, તો પ્રમાદને કારણે પગથિયું ચૂકી જાય છે અને નીચે ગબડી પડે છે. જીવની ઉપરના ગુણસ્થાનકે કસોટી કરનાર તત્ત્વ તે આ ગારવ છે. ગારવ એટલે આસક્તિ. આત્મા જ્યારે ઉર્ધ્વગમન કરતો જાય છે ત્યારે એની વિશુદ્ધિને પરિણામે લબ્ધિ સિદ્ધિ પ્રગટ થાય છે. આ લબ્ધિ સિદ્ધિ અપ્સરાઓ જેવી મોહક હોય છે. જરાક નજર ગઈ તો ત્યાંથી તે નજર પાછી ખસેડવાનું બહુ દુષ્કર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy