SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. વિદ્યાષ્ટક ૨૦૩ [શબ્દાર્થ મિથોયુક્ત=પરસ્પર જોડાયેલા, મળેલા; પાર્થના=પદાર્થોનો, જીવ અને પુગલાદિનો; અસંમ=નહિ મળવારૂપ, ભિન્નતારૂપ; વમવિ =ચમત્કાર; વિન્માત્ર જ્ઞાનમાત્ર; પરિણામેન=પરિણામથી; વિદુષા=વિદ્વાનથી; પર્વ=જ; અનુભૂયતે–અનુભવાય છે.] અનુવાદપરસ્પર મળેલા પદાર્થોનો નહિ મળવારૂપ ચમત્કાર વિદ્વાનથી જ જ્ઞાનમાત્ર પરિણામ વડે અનુભવાય છે. (૭) વિશેષાર્થ : ચૌદ રાજલોકરૂપ સમસ્ત વિશ્વ પંચાસ્તિકાયમય છે. અસ્તિકાય પાંચ છેઃ જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. છ દ્રવ્યમાં છઠું દ્રવ્ય તે “કાળ' ગણાય છે, પણ તેનો સમૂહ-સમુદાય થતો નથી. માટે તે અસ્તિકાય નથી. કોઈ એમ કહે કે આ પાંચે દ્રવ્યોને ચૌદ રાજલોકમાં પોતપોતાની જગ્યા વહેંચી આપીને પોતાની જગ્યામાં જ રહેવાનું કહેવામાં આવે તો થઈ શકે કે નહિ ? ન થઈ શકે. અનાદિ કાળથી પાંચે દ્રવ્યો ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે અને પરસ્પર ઓતપ્રોત હોય એમ જણાય છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં ‘સન્મતિતર્કનો નીચેનો શ્લોક ટાંક્યો છે: अन्नोन्नाणुगयाणं इमं तं च त्ति विभयणमसक्कं । जह दुद्धपाणियाणं जावंत विसेसपज्जाया ।। | (દૂધ અને પાણીની જેમ પરસ્પર ઓતપ્રોત થયેલા (જીવ અને પુદ્ગલ દ્રવ્યોના) જેટલા વિશેષ પર્યાયો છે તેમાં આ જીવ છે અને આ પુદ્ગલ છે” એવો વિભાગ કરવો અશક્ય છે.]. પાંચ દ્રવ્યોમાં આકાશ દ્રવ્ય બાકીનાં ચારે દ્રવ્યો-જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને આધાર આપે છે. આ ચારે દ્રવ્યોમાં જીવાસ્તિકાય (આત્મા), ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ત્રણ સૂક્ષ્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy