SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જ્ઞાનસાર ગાળિયો બનાવવામાં આવતો. કેટલાક એક સાથે બે કે ત્રણ ગાળિયા બનાવતા. કોઈ દુશ્મન કે પશુઓ ભાગતા હોય અથવા નજીક આવતાં હોય ત્યારે પાશવિદ્યામાં મહાવરાથી નિપુણ બનેલો પાશધર એ દોરડાનો, બીજો છેડો પોતાના હાથમાં પકડી રાખીને મોટો ગાળિયો એવી રીતે ફેંકે કે તે દુશ્મન કે પશુના ગળામાં જઈને પડે અને તરત જ પાશધર દોરડું ખેંચે એટલે ગાળિયો ટૂંકો થઈ તે માણસ કે પશુ ઘસડાઈને પોતાના તરફ આવે. પછી એને ઘેરી વળીને, પ્રહાર કરીને પકડી લેવામાં આવે. જંગલી પશુઓને વશ કરી પાળવા માટે આ વિદ્યા હજુ પણ ભીલોમાં અજમાવાય છે. ક્યારેક પાશથી ગળામાં ભીંસ આવતાં માણસ કે જાનવર મૃત્યુ પણ પામે છે. (આ “પાશ' ઉપરથી “ફાંસો' શબ્દ આવ્યો છે.) જો પાશવિદ્યામાં માણસ હોંશિયાર ન હોય તો ઉછાળેલો ગાળિયો પોતાના ગળામાં જ ભરાઈ જાય. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ કેવી અલોકિક એટલે કે ન બને એવી આશ્ચર્યકારક વાત છે કે શરીર, ઘર, મકાન, માલમિલકતને પોતાનાં બનાવવા માટે આત્માએ એ વસ્તુઓના ગળામાં ગાળિયો નાખ્યો, પણ હકીકતમાં એ ગાળિયો પોતાના ગળામાં આવી ગયો અને પોતે બંધાઈ ગયો. લૌકિક પાશ તો બીજાને બાંધે, આ પાશ તો તે નાખનાર આત્માને જ બાંધી લે છે. આત્માએ આત્મબોધથી એટલે કે મારાપણાની બુદ્ધિથી રાગરૂપી પાશ નાખ્યો પણ અવિદ્યાને કારણે આત્મા પોતે જ બંધનમાં આવ્યો. પરપદાર્થમાં મમતા કરવી તે અવિદ્યા છે. “હું” અને “મારું કરવાથી આત્મા સંસારમાં કર્મરૂપી બંધનથી બંધાય છે. આત્માએ એ તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. સ્વરૂપ રમણતારૂપી વિદ્યાનો આશ્રય લેવો જોઇએ. [૧૧૧]મિથોયુવાપાનામસંદ્રમ ઘમજિયા चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ।। १४ ।। ७ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy