SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ વિદ્યાષ્ટક [૧૦૫]નિત્યશુધ્યાત્મતા ક્યાતિનિત્યાશુષ્યનાત્મસુ । અવિદ્યા તત્ત્વધીવિદ્યા યોળાચાર્યે: પ્રનીતિતા ।। ૬૪ ૫ ? ॥ ૧૪. જ્ઞાનસાર [શબ્દાર્થ : નિત્યશુધ્યાત્મતારવ્યાતિ:=નિત્યપણાની, શુચિપણાની અને આત્મપણાની બુદ્ધિ (ખ્યાતિ) હોવી; અનિત્યાશુનાત્મસુ=અનિત્ય, અશુચિ અને અનાત્મ (પુદ્ગલાદિ)માં; અવિદ્યા=અવિદ્યા; તત્ત્વધી:-તત્ત્વની બુદ્ધિ; વિદ્યા=વિદ્યા; યોગાવાય: યોગાચાર્યોએ; પ્રીતિતા=કહી છે.] અનુવાદ–અનિત્યમાં નિત્યતાની, અશુચિમાં શુચિતાની, અનાત્મમાં આત્મપણાની બુદ્ધિ એ અવિદ્યા છે. તત્ત્વબુદ્ધિ એ જ વિદ્યા છે એમ યોગાચાર્યોએ કહ્યું છે. (૧) વિશેષાર્થ : મુનિનું મુનિપણું જ્ઞાન વડે એટલે કે વિદ્યા વડે આત્મતત્ત્વમાં ઉપયોગવાળું હોય છે. આ વિદ્યા એટલે શું ? માત્ર જૈન જ્ઞાનીભગવંતોએ જ નહિ, અન્ય ધર્મના પતંજલિ વગેરે યોગાચાર્યોએ પણ કહ્યું છે કે જે તત્ત્વ જે પ્રમાણે હોય તે તત્ત્વ માટે તે પ્રમાણે જ શ્રદ્ધા હોય એને વિદ્યા કહે છે. જે તત્ત્વ જે પ્રમાણે હોય એનાથી વિપરીત બુદ્ધિ એને માટે ધરાવવી તે અવિદ્યા છે. Jain Education International જે વસ્તુ નિત્ય છે એ માટે નિત્યપણાની બુદ્ધિ તે વિદ્યા અને એને માટે અનિત્યપણાની બુદ્ધિ તે અવિદ્યા. જે વસ્તુ અપવિત્ર હોય એને માટે અપવિત્રતાની બુદ્ધિ તે વિદ્યા અને એને પવિત્ર માનવી તે અવિદ્યા. એવી જ રીતે આત્માથી ભિન્ન એવા પુદ્ગલાદિ જડ પદાર્થો માટે ચેતન કે આત્મપણાની બુદ્ધિ હોવી એ અવિદ્યા છે. આત્મા માટે આત્મપણાની બુદ્ધિ તે વિદ્યા છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy