SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જ્ઞાનસાર હોય, પણ જે પર વસ્તુને કે પર વસ્તુને સંગને ધર્મ માને તેને જડ (અવિવેકી) સમજવો.] જડ પુગલના ગુણધર્મોથી ચેતન એવા આત્માને તૃપ્તિ ન થાય, કારણ કે આત્માના ગુણધર્મો પુગલના ગુણધર્મોથી ભિન્ન છે. આત્માને આત્માના ગુણધર્મોથી જ તૃપ્તિ થાય. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણધર્મો છે. એના ઉપભોગથી આત્માને તૃપ્તિ થાય છે એવી ભ્રામક માન્યતા જીવને અનાદિના સંસ્કારને કારણે, મોહનીય કર્મના પ્રબળ ઉદયને કારણે રહ્યા કરે છે. એને લીધે જ એવા મિથ્યાદૃષ્ટિ જીવોનું સંસારનું પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. સમ્યગ્દષ્ટિ જીવોએ પુદ્ગલની મોહાસક્તિ તોડવાની જરૂર છે. એ તૂટે તો જ આત્મવિકાસ સાધી શકાય. એટલા માટે પુદ્ગલ તરફ ખેંચી જતી અનાદિ કાળથી વળગેલી આહાર, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ પ્રકારની સંજ્ઞાઓને ત્યાગવૈરાગ્ય, વ્રતતપ ઇત્યાદિ વડે તોડવાનો ઉદ્યમ કરતા રહેવું જોઈએ. [७८] मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या जनास्तां जानतेऽपि न ।। १० ।। ६ ।। [શબ્દાર્થ: મધુર/મનોહરરાજ્ય; મહાનિ=મોટી આશાઓ છે જેને; મા ન પ્રાપ્ત થઈ શકે એવા; વા=બહાર (અગોચર); ઘ=અને; નોરસા=વાણીના રસથી; પરબ્રહ્મણ=પરબ્રહ્મમાં, પરમાત્મામાં; તૃપ્તિ:=તૃપ્તિ; યા=જે; નના:=લોકો; તાં–તેને; કાનતે જાણતા; પિકપણ; ન=નથી.] [શ્લેષાર્થ-મધુર =મિષ્ટ (સાકર) તથા આજ્ય એટલે ઘી; મરીશ=મોટાં (ઉત્તમ) શાક; માહ્ય ન ગ્રહણ થઈ શકે; વીઈંન્નભિન્ન; પોર=દૂધ, દહીં વગેરે) અનુવાદ– મનોહર રાજ્યની મોટી આશાઓવાળાથી ન ગ્રહણ થઈ શકે (ન અનુભવી શકાય) અને વાણીથી ન કહી શકાય એવા પરબ્રહામાં જે તૃપ્તિ છે તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy