SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૨ જ્ઞાનસાર શ્રી યશોવિજયજી મહારાજે આ શ્લોક ઉપરની પોતાની ટીકામાં આયોજ્યકરણનો નિર્દેશ શાસ્ત્રનો આધાર ટાંકીને કર્યો છે. आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः । એટલે કે આયોજ્યકરણ કર્યા બાદ બીજો યોગસંન્યાસ હોય છે. કેવળજ્ઞાન વડે અચિજ્ય વીર્ય શક્તિથી ભવોપગ્રાહી (અઘાતી) કર્મને તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા તે આયોજયકરણ. તેનું ફળ શેલેશી યોગીની અત્યંત સ્થિરતા છે. ત્યારબાદ બીજો યોગસંન્યાસ નામે સામર્થ્યયોગ છે. કેવળજ્ઞાની મહાત્મા પોતાનું અંતમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ અઘાતી કર્મ જો આયુષ્ય કર્મ કરતાં અધિક હોય તો તે સરખાં કરવા માટે સમુઘાત કરે છે. પરંતુ સમુદુઘાત કરતાં પહેલાં તેઓ આવર્જીકરણ કરે છે. આવર્જીકરણ એટલે આત્માને મોક્ષ પ્રતિ સન્મુખ કરવાની ક્રિયા. તે મન, વચન અને કાયાના શુભ વ્યાપારરૂપ છે. સમુઘાતની ક્રિયા બધા જ કેવળજ્ઞાની કરે એવું નથી. જેમની ચારે અઘાતી કર્મની સ્થિતિ સરખી હોય તે કેવળજ્ઞાની કરે નહિ. આમ કોઈ કેવળજ્ઞાની સમુદ્યાતની ક્રિયા કરે અને કોઈ ન કરે. પણ શુભ યોગની પ્રવૃત્તિ રૂપ આવર્જીકરણ તો બધા કેવળજ્ઞાની અવશ્ય કરે. જેઓને સમુઘાત કરવાનો હોતો નથી તેઓ આવર્જીકરણ ક્ય પછી સમગ્ર યોગોનો ત્યાગ કરે છે. એટલે કે અયોગી કેવલી બને છે. ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે આ છેલ્લો યોગસંન્યાસ એટલે કે કેવલી ભગવંતની અયોગ અવસ્થા. તે અન્ય દર્શનના નિર્ગુણ બ્રહ્મ સાથે ઘટાવી શકાય. અન્ય દર્શન પ્રમાણે આત્મા સત્ત્વ, રજસ્, અને તમસુ એ ત્રણે ગુણોથી પર થાય છે એટલે કે ત્રિગુણાતીત થાય છે ત્યારે તે અવસ્થાને નિર્ગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. અહીં નિર્ગુણ શબ્દ સ્પષ્ટતાથી સમજવો જરૂરી છે. નિર્ગુણ એટલે ગુણરહિત એવો સાદો અર્થ લઈએ તો તે અહીં નહિં ઘટે. આત્માને જ્ઞાનાદિ ગુણો વગરનો માની નહિ શકાય, કારણ કે ગુણના અભાવે ગુણીનો પણ અભાવ થાય. ગુણોમાં પાધિક ધર્મો અને સ્વભાવગુણો એવા બે ભેદ કરવામાં આવે છે. અહીં નિર્ગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy