SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ત્યાગાષ્ટક ૧૧૩ [શબ્દાર્થ પુષ્પ = તમારો; સંમ:=સંગમ, મેળાપ; નાવિ =અનાદિ કાળનો; વિંધવ =હે બંધુઓ ! નિયતાત્મના=અનિયત (અનિશ્ચિત) છે આત્મપર્યાય જેનો એવા; ધુવૈવરૂપન નિશ્ચિત જ સ્વરૂપવાળા; શીતાવિ-વધૂન શીલાદિ બંધુઓનો; તિ=એ માટે, એ હેતુથી; મધુના=હવે; થયે=આશ્રય કરું છું.] અનુવાદ-હે બંધુઓ ! અનિશ્ચિત આત્મપર્યાય છે જેનો એવા તમારો સંબંધ (પ્રવાહથી) અનાદિ છે. એટલે જેનું સ્વરૂપ ધ્રુવ (નિયત) છે એવા શીલ વગેરે બંધુઓનો હું હવે આશ્રય કરું છું. (૨) વિશેષાર્થ : માતાપિતાને વિનંતી કર્યા પછી દીક્ષાર્થી હવે પોતાનાં બંધુઓને વિનંતી કરે છે. તે કહે છે કે “હે બંધુઓ !; તમારી સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિ છે અને અનિશ્ચિત સ્વરૂપવાળો છે. આ જન્મના ભાઈઓ તે ગયા જન્મમાં કે એની પૂર્વેના સંબંધમાં ભાઈઓ જ હતા કે નહિ એની કોને ખબર છે ? કદાચ ભાઈઓ ન પણ હોઇએ. તેવી જ રીતે આવતા ભવમાં કે ભવોમાં આવો જ સંબંધ રહેશે એની શી ખાતરી ? વળી ક્યારેક તો ભાઈઓ તરીકે જન્મ્યા પછી પણ સ્વાર્થના ઘર્ષણને કારણે એ જ ભવમાં જીવનભરના શત્રુઓ બની જવાય છે. ક્યારેક શત્રુતાની પરંપરા બેચાર ભવ સુધી, ભાઈ-ભાઈ તરીકે કે અન્ય સ્વરૂપે જન્મ લીધા પછી પણ ચાલુ રહે છે.” આથી દીક્ષાર્થી કહે છે કે હે ભાઈઓ, ભાંડુઓ ! હવે હું એવા આત્યંતર ભાઈભાંડુનો સંગાથ કરું છું કે જે જન્મજન્માન્તર સુધી, અરે નિર્વાણ સુધી એવો જ શુભ અને શુદ્ધ રહ્યા કરે. મારા આ આત્યંતર બંધુઓ છે શીલ, શમ, ક્ષમા, સરળતા, નિર્લોભતા, સત્ય, સંતોષ, નમ્રતા વગેરે. એ એટલા બધા છે કે ગણાવતાં પાર ન આવે. હવે હું એમનો આશ્રય કરું છું.' સંયમના આરાધકે ગૃહજીવનના સંબંધો પ્રત્યેની આસક્તિ છોડવી જોઈએ. એ વિના અભ્યતર ગુણો જેવા ખીલવા જોઈએ એવા ખીલતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy