SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ નાનસાર તે ગુંગળાઇને પ્રાણ ગુમાવે છે. વળી બીજે દિવસે બીજો ભ્રમર આવે છે. એક ભ્રમરને મરેલો નજર સામે જોવા છતાં તે ચેતતો નથી, કારણ કે એ પણ ગંધમાં લુબ્ધ છે. મીન એટલે કે માછલી. એ સ્વાદમાં લુબ્ધ છે. માછીમારના કાંટામાં ભરાયેલી વાનગી ખાવા જતાં તે કાંટામાં ફસાઈ જાય છે અને મૃત્યુ પામે છે. હાથી ઉનાળામાં ઠંડક મેળવવા, સ્પર્શેન્દ્રિયનું સુખ માણવા કાદવવાળા તળાવમાં સ્નાન કરવા પડે છે. પાણી અને કાદવની શીતળતા એને સરસ આનંદનો અનુભવ કરાવે છે. પણ પછી પોતાના જ વજનથી એ કાદવમાં ઊંડે એટલો ખૂંપતો જાય છે કે પછી તે નીકળી શકતો નથી. ભારે હાથીને બહાર કાઢવાનું પણ સહેલું નથી. વળી પાસે કોઈ ન હોય તો તો હાથી કાદવમાં જ ગરક થઈ જઈને મૃત્યુ પામે છે. જે ઇન્દ્રિયે એને આનંદ કરાવ્યો એ જ ઇન્દ્રિયે એને મોત ભેટમાં આપ્યું. હરણને સંગીત અત્યંત પ્રિય હોય છે. પરંતુ એની એ નબળાઈ પારધિ જાણે છે. ઝડપી દોડી જતા હરણનો બાણથી શિકાર કરવાનું સરળ નથી. પારધિ બાણ ચૂકી જાય છે. પરંતુ પારધિ સંગીતના શ્રવણમધુર સુરો રેલાવી પહેલાં હરણને સ્તબ્ધ કરી દે છે. એક જ સ્થળે સ્થિર ઊભેલા સંગીતમગ્ન હરણને પછી પારધિ બાણનો શિકાર બનાવી દે છે. આમ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય-એક એક ઇન્દ્રિયના વિષયમાં લુબ્ધ બનનાર જીવોની કેવી દુર્દશા થાય છે અને કેવી રીતે મૃત્યુને ભેટે છે તેનાં ઉદાહરણો જોવા મળે છે. મનુષ્ય પાસે પાંચ ઇન્દ્રિયો છે અને તે દરેક ઇન્દ્રિયમાં તે આસક્ત રહે છે. એક વિષયવાસના-કામવાસનાને કારણે પણ માણસની હત્યા થતી હોય અથવા તે આપઘાત કરતો હોય એવા બનાવો વિશે વારંવાર સાંભળવા મળે છે. માત્ર સામાન્ય માણસો જ નહિ, મોટા મોટા સત્તાધીશોને પણ વ્યભિચારને કારણે ગાદી છોડવી પડી છે. વાસુદેવ, ચક્રવર્તીને પણ ઇન્દ્રિયલુબ્ધતા-વિષયોના અમર્યાદ ભોગવટાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy