SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મોહત્યાગાષ્ટક ક્ષાયોપશમિક ભાવમાં કે અશુદ્ધ પારિણામિક ભાવમાં પણ તેઓ લેપાતા નથી. અહીં આકાશ અને કાદવની સરસ સમુચિત ઉપમા આપવામાં આવી છે. કોઈ વ્યક્તિ આકાશ તરફ કાદવ ઉછાળે તો તેથી આકાશ લેપાતું કે ખરડાતું નથી અને કાદવ પાછો નીચે પડી જાય છે. તેમ જ્ઞાની ઉદયમાં આવેલા શુભાશુભ કર્મફળમાં લેપાતા નથી. મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સમર્થ સાધકો પણ ઘણીવા એની સામે ટકી શકતા નથી. ધન, સત્તા, કીર્તિ, સ્ત્રીપરિવાર, ભોગોપભોગની વિવિધ પ્રકારની સામગ્રી જ્યારે સામેથી આવતી હોય, સુલભ અને સ્વાધીન હોય ત્યારે મોહાસક્ત બની જીવ તે ભોગવી લેવા લલચાય છે. સામાજિક વ્યવહારુ દૃષ્ટિએ તેમાં કશું અયોગ્ય, અનીતિમય કે ટીકાપાત્ર ન હોય ત્યારે તો જીવ એના ભોગવટામાં ક્યારે લપસી પડે છે એનું પણ એને ભાન રહેતું નથી. પોતે કેવા નસીબદાર છે, પોતાના પુણ્યનો કેવો પ્રબળ ઉદય થયો છે એમ સમજીને તે બધું ભોગવવા લાગે છે, એવી જ રીતે મોહાસક્ત જીવ અશુભ કર્મના ઉદયે દુઃખના પ્રસંગોમાં દુઃખી થઈ જાય છે અને ઉગ્ર રાગદ્વેષ કરે છે. પરંતુ પરભાવમાં ન રમના૨ મહાત્મા એવે વખતે કર્મફળમાં તન્મય થતા નથી, લેપાતા નથી. તેઓ પરભાવનો જ પરાભવ કરે છે. [૨૮] પશ્યન્નેવ પરદ્રવ્યનાટń પ્રતિપાદનમ્ । भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यति ।। ४ ।। ४॥ ૫૫ [શબ્દાર્થઃ પશ્યન્=જોતો; વ્=જ; પરદ્રવ્ય=જન્મ, જરા મરણાદિરૂપ ૫૨દ્રવ્યના, પુદ્ગલ દ્રવ્યના; નાટ=નાટકને; પ્રતિપાટÇ=પોળે પોળે, શેરીએ શેરીએ; મવનપુરÆ:=‘ભવચક્ર' નામના નગરમાં રહેતો; અવિ=પણ; 7=નથી; અમૂ॰:=અમૂઢ, મોહરહિત; પરિવિદ્યતિ=ખેદ પામે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy