SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર નાના છે, પણ ઘણા શક્તિશાળી છે. આ મંત્રસાધના ઘણી દુષ્કર હોવા છતાં જીવને માટે કર્તવ્યરૂપ છે. [૨૬] શુદ્ધત્મિદ્રવ્યમેવદિં શુદ્ધા ગુણો મમ . નાચો દંગમમાચે રેત્યો મોહીન્નમુત્તામ્ | ૪ || ૨ | [શબ્દાર્થ શુદ્ધાત્મદ્રવ્યં=શુદ્ધ આત્મદ્રવ્ય =જ; મહું શુદ્ધજ્ઞાનં=શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન; પુન: ગુણ; મમ=મારો; ન=નથી; મચ=અન્ય, તેથી ભિન્ન; મહં હું; ન=નથી; મમ=મારા; અન્ય બીજા (પદાર્થો); ઘ અને; તિ=એ પ્રમાણે; સવ =આ; મોદીર્ધ્વ=મોહને નાશ કરનારું શસ્ત્ર; ૩ત્વ=તીવ્ર.. અનુવાદ–“હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે. તેથી હું ભિન્ન નથી. અન્ય પદાર્થો મારા નથી.'-આ મોહને હણનારું તીવ્ર શસ્ત્ર છે. (૨) વિશેષાર્થ: મોહરાજાના “અહમ્” અને “મમ' રૂપી મંત્રોને નિષ્ફળ કરવા માટે ર ઝરમ્' અને મમ' એ બે પ્રતિમંત્રો બતાવ્યા પછી ગ્રંથકાર શ્રી મોહરાજાને પરાજિત કરવા માટે બળવાન શસ્ત્ર બતાવે છે. આ શસ્ત્ર તે આત્મ ચિંતનસ્વરૂપ છે. એ માટે અહીં ચાર સૂત્રો આપવામાં આવ્યાં છેઃ (૧) હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, (૨) શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે, (૩) હું તેનાથી (જ્ઞાનથી) ભિન્ન નથી, (૪) અન્ય પદાર્થો મારા નથી. આ ચારે સૂત્રો પરસ્પર સંલગ્ન છે. શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો બધા જીવો શુદ્ધ છે. એ રીતે “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું' એવું ધ્યાન માણસ ધરવા લાગે તો કદ્રવ્યમાંથી બાકીનાં પાંચ દ્રવ્યો-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય. આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય-મારાં નથી એવી આંતર-પ્રતીતિ થવી જોઇએ. આ પાંચ દ્રવ્યોમાંથી પણ મુખ્યત્વે પુદ્ગલાસ્તિકાય તે હું નહિ એમ સ્પષ્ટપણે લાગવું જોઈએ. એમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy