SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મોહત્યાગાષ્ટક ૫૧ ઉપાધ્યાયજી મહારાજે અહીં બહુ સરસ અને સચોટ રીતે સંક્ષિપ્ત મંત્રો આપીને સમગ્ર આત્મસાધનાની ચાવી બતાવી દીધી છે. હું આત્મા છું, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અવિનાશી આત્મા છું. આ સંસારમાં કોઈ પણ પદાર્થ મારો નથી. હું એકલો છું, જ્ઞાનદર્શનયુક્ત છું. બાકી બધું સંજોગોને આધીન છે. પરપુદ્ગલ કે પરભાવ સાથે મારે કોઈ નિસ્બત નથી અને મારે એમાં આસક્ત થવું નથી, રમવું નથી. આ પ્રકારનું ચિંતન, મનન, અનુભાવન મોહને જીતવાનું બળ આપે છે. આગમની નીચેની ગાથાઓનું વારંવાર રટણ, ભાવન એ દિશામાં આપણને લઈ જાય છે. एगो हं नत्थि मे कोइ नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ।। હિં એક છું (શુદ્ધ આત્મસ્વરૂપ છું.) મારુ કોઈ નથી કે હું અન્ય કોઇનો નથી. એ પ્રમાણે દીનતારહિત મનવાળો થઈને પોતાના આત્માને ઉપદેશ કરે.] एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ । સેસા મે વાહિયા માવા સત્રે સંનો નવરd | એક મારો શાશ્વત આત્મા જ્ઞાનદર્શનથી યુક્ત છે. બાકીના બધા મારાથી બાહ્ય ભાવો (પદાર્થો) છે. તે સર્વે સંયોગલક્ષણવાળા છે.] संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ।। [જીવ દ્વારા સંયોગના કારણથી દુઃખની પરંપરા પ્રાપ્ત કરેલી છે. એટલે સર્વ પ્રકારના સંજોગસંબંધો ત્રિવિધ ત્રિવિધ-(મન, વચન, કાયાથી) ત્યાગ કરવા જોઈએ.] આમ કરવાથી પ્રતિમંત્ર સાધી શકાય છે. એની ઉત્કૃષ્ટ સાધના કરીને અનેક મહાત્માઓ મોહનીય કર્મમાંથી મુક્ત થઈને મુક્તિસુખને વર્યા છે. પ્રતિમંત્રો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy