________________
શંખેશ્વર મહાતીર્થ
પ્રસિદ્ધ છે, તેમાંના કેટલાક ચમત્કારને પ્રાચીન-અર્વાચીન જૈન તથા અજૈન ગ્રંથકારેએ પણ પોતાના ગ્રંથમાં સ્થાન આપ્યું છે. આમાંના થોડાક ઉલ્લેખે અહીં આપવા અનુચિત નહીં ગણાય.
(૧) ઝાલા રજપૂત મહામંડલેશ્વર રાણા દુર્જનશલ્યને ભયંકર કેઢ રોગ થયે હતે. “જગડૂચરિત’ મહાકાવ્યના આધારે મહામંડલેશ્વર રાણું દુર્જનશલ્યને સત્તા સમય તેરમી સદીને ઉત્તરાર્ધ અને ચૌદમી સદીને પૂર્વાર્ધ હેવાનું અને કોઢ રોગ વિ. સં. ૧૩૦રની આસપાસમાં દૂર થયા હોવાનું જણાય છે. રાજા દુર્જનશલ્ય કયા ગામને હવે તે એકકસ જાણી શકાયું નથી, પરંતુ તે ઝાલા રજપૂત હતે. ઝાલાવાડના ઝાલા રજપૂત સાથે તેને વિવાહ સંબંધ હતે. ઝીંઝૂવાડાના સૂર્યદેવની તેણે પહેલાં ઉપાસના કરી હતી અને ત્યાર પછી તેની નજીકમાં આવેલ શ્રી શંખેશ્વર તીર્થની ઉપાસના કરી હતી. તેત્ર ૫૦માં તે ઝંઝુપુર (ઝઝૂવાડા)નો રહેવાસી હેવાને ઉલ્લેખ છે. આ વગેરે કારણથી તે ઝઝૂવાડાને રાજા હશે, એમ જણાય છે. કઢગથી તે બહુ દુઃખી–હેરાન થઈ ગયે હતું. તેણે અનેક ઉપચારો કરવા છતાં રેગ નહીં મટવાથી કેઈ દેવની આરાધના કરવાનો વિચાર કર્યો અને ઝંઝપુર(ઝીંઝૂવાડા)માંના સૂર્યનારાયણના મંદિરમાંના સૂર્યદેવની આરાધના કરવા માંડી. તેની આરાધનાથી સંતુષ્ટ થયેલ સૂર્યદેવે કઈ એક દિવસની મધ્યરાત્રિએ તેને (સ્વપ્નમાં) કહ્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org