________________
ચમત્કાર
તારે રેગ અસાધ્ય છે, તેને મટાડવાની મારામાં શક્તિ નથી, પરંતુ જો તું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરીશ તે તારે રેગ મટશે.” આથી રાજા દુર્જનશલ્ય બહુ ખુશી થયે અને પરિવાર સાથે શંખેશ્વર તીર્થમાં જઈ ત્યાં અમુક સમય માટે પડાવ નાખી પિતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા.
તીર્થના પ્રભાવથી રાજા દુર્જનશલ્યને કેહને રોગ થોડા સમયમાં જ નષ્ટ થયું અને તેની કાયા કંચવણ થઈ ગઈ. તેથી ખુશી થયેલા રાજા દુર્જનશલ્ય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દેરાસરને જર્ણોદ્ધાર કરાવીને દેવવિમાન જેવું દેરાસર કરાવ્યું. (જુએ તે ૩, ૨૪A. ૨૪B, ૪૬, પ૦).
વિકમની ૧૪મી સદીમાં શ્રી સર્વાનંદસૂરિજીએ રચેલ “જગડૂચરિત” મહાકાવ્યના છઠ્ઠા સર્ગમાં લખ્યું છે કે, પૂર્ણિમાપક્ષીય, ચારિત્રલક્ષ્મીથી વિભૂષિત શ્રીમાન આ પરમદેવસૂરિજી જગડુશાહના સમકાલીન હતા. તેમણે સૂરિજીને ભદ્રાવતી (કચ્છ-ભદ્રેશ્વર)માં પ્રવેશ મહોત્સવ ધામધૂમથી કર્યું હતું, તેમની વિદ્યમાનતામાં જ તેમના પટ્ટ પર શ્રીષેણસૂરિજીને એ જ શાહે મહત્સવ કરીને સ્થપાવ્યા હતા. જગશાહને ભાવિ દુષ્કાળની સૂચના તથા ત્યાર પછી સંઘપતિનું તિલક પણ એ જ સૂરિજીએ કર્યું હતું.
શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુને આદેશ મેળવીને શ્રી સર્વનંદસૂરિજીએ “આચાર્લી વર્ધમાન તપ” કર્યું હતું. ત૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org