________________
૫૪
શંખેશ્વર મહાતીર્થ
નાદિ ઉપરથી એ તે સ્પષ્ટ જાણી શકાય છે કે,
આ મૂર્તિ ઘણી પ્રાચીન અને પ્રભાવશાળી હવા સાથે ઘણે ઘણે ઠેકાણે પૂજાણે છે, તેના પ્રભાવથી ઘણા ઘણાનાં કષ્ટો દૂર થયાં છે અને ઘણું ઘણુના મને રથ પૂર્ણ થયા છે.
સંક્ષેપમાં આ પ્રભાવશાળી મૂર્તિને પ્રાચીન ઈતિહાસ આ રીતે ક્રમબદ્ધ કરી શકાય
ગઈ વીશીમાં થયેલા નવમા શ્રી દામોદર જિનેAવર ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ બિંબ ભરાવ્યા પછી પોતે ગૃહસ્થાશ્રમમાં રહ્યા ત્યાં સુધી તેમણે બિંબની ત્રિકાલ પૂજા કરી.
ત્યાર પછી આષાઢી શ્રાવક દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાળી અનશનપૂર્વક કાળધર્મ (મૃત્યુ) પામીને પહેલા (સુધર્મ) દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જોઈ, પિતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુના પિતે ભરાવેલ બિબને દેવલેકમાં લાવીને, પિતાના વિમાનમાં રાખીને, ચાવજીવ સુધી તેમણે તે બિબની પૂજા કરી.
ત્યાર પછી સૌધર્મેન્દ્ર તે બિંબની ઘણા કાળ સુધી પૂજા કરી. ત્યાર બાદ તેમણે તે બિબ સૂર્યને આપ્યું. શ્રી સુરે
જિનના વચનથી આ બિંબને પ્રાભાવિક જાણીને સૂર્ય પિતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તેની પૂજા કરી.
ત્યાર પછી ચન્ને પિતાના વિમાનમાં ૫૪ લાખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org