________________
મૃતિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ
૫૫.
વર્ષ સુધી તેની પૂજા કરી.
પછી આ બિંબ પહેલા (સુધર્મ) દેવલોકમાં બીજા (ઈશાન) દેવલોકમાં, દશમા (પ્રાણત) દેવલોકમાં, બારમા (અચ્ચત) દેવલોકમાં, લવણદધિ સમુદ્રમાં, ભવનપતિઓનાં ભવનમાં, વ્યંતરોનાં નગરોમાં, ગંગાનદીમાં, યમુના નદીમાં વગેરે અનેક ઠેકાણે પૂજાયું.
લવણ સમુદ્રમાં વરુણદેવ અને નાગકુમારે વગેરેએ પૂછ્યું. કાળક્રમે શ્રી રાષભદેવ ભગવાનના સમયમાં નાગરાજ ધરણેન્દ્ર આ મૂર્તિને ચમત્કારિક જાણીને નામિવિનમિ વિદ્યાધરને આપી. તેમણે વૈતાઢ્ય પર્વત ઉપર આ મૂર્તિની યાજીવ સુધી પૂજા કરી.
આ મૂર્તિ, વચ્ચે વચ્ચે ઘણા કાળ સુધી, દેવલેક અને તિષ્કનાં વિમાનમાં, ભવનપતિ અને વ્યંતરોનાં ભવનો કે આવાસમાં વગેરે ઘણાં સ્થાનમાં પૂજાણ છે. પરંતુ મનુષ્યલકમાં સમુદ્ર, નદીઓ કે ભૂગર્ભ (જમીન)માં કવચિત્ પૂજનિકપણે અને કવચિત્ અપૂજનિકપણે પણ રહી હશે, એમ સંભવે છે.
શ્રી ચંદ્રપ્રભ ભગવાનના સમયમાં, તે વખતના સૌધમેં શ્રી ચંદ્રપ્રભસ્વામીના વચનથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં પોતાની મુક્તિ સાંભળીને તથા શ્રી પાર્શ્વ નાથ પ્રભુની ઉક્ત મૂર્તિને ઘણી પ્રાભાવિક જાણીને, તે મૂર્તિને પિતાના વિમાનમાં લાવીને તેમણે તથા ઈદ્રિાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી પૂજા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org