________________
૨૧૯
શંખેશ્વર ગામ અહીં શ્રાવકેની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ જણાય છે.
' યશોધન ભણશાળીના વંશના શંખેશ્વરિયાની અટકવાળાઓ, જ્યારે પિતાને ત્યાં પુત્ર જન્મે ત્યારે, શ્રી શંખેશ્વરજીના જિનમંદિરમાં ત્રણ ગજ કપડાની ઓળી બાંધી તેમાં એક શ્રીફળ, સાત સોપારી, બે માણું ચેખા નાખી તેમાં તે બાળકને હીંચેળે છે, અને તે બાળકના મસ્તક ઉપર સાથિયે કરી તેને ચોખાથી વધાવે છે; મોટા પુત્રને એક કાન વધે છે, ફઈને ચાર ફદિયાં (પૈસા) તથા સાત સેપારી આપે છે અને ગરણીઓ (કન્યાઓ) જમાડે છે.
આ ઉપરથી શ્રમણ ભગવાન શ્રી વિરપ્રભુની ૩૬મી. પાટે થયેલા શ્રીમાન સર્વદેવસૂરિજી મહારાજ (જેમને સત્તાસમય વિ. સં. ૧૦૨૦ આસપાસને છે) પરિવાર સાથે અહીં વખતોવખત પધારતા હતા અને માસા પણ કરતા હતા અને તેમના પરિવારના મુનિઓને શંખેશ્વરછ થયે હ; અને શ્રીમાન મેરૂતુંગસૂરિજી મહારાજે અહીં ચોમાસુ કર્યું હતું, એટલે ૧૧મી તથા ૧પમી શતાબ્દીમાં પણ અહીં શ્રાવકનાં ઘણું ઘર, દેરાસર, ઉપાશ્રય અને જૈન ધર્મશાળા વગેરે પણ હશે, તથા શ્રાવકે ભક્તિવાળા હશે એમ સહેજે જાણી શકાય છે. વળી યશોધન ભણશાળીના વંશના માણસની શંખેશ્વરિયાની અટક થઈ હતી, એટલે ૧૧મી સદી પછી પણ અહીં શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને શંખેશ્વર ગામની જાહોજલાલી પણ સારી. હશે એ વાત સમજી શકાય તેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org