________________
શંખેશ્વર મહાતીર્થ શ્રીમાન ઉદ્યોતનસૂરિજીના પરિવારમાંના, ચેસી આચાર્યોમાંથી તેમના મુખ્ય પટ્ટધર શ્રીમાન સર્વદેવસૂરિજી સપરિવાર વિહાર કરતા કરતા અહીં (શંખેશ્વર) આવીને (લગભગ વિ. સં. ૧૦૨૦માં) ચેમાસુ રહ્યા હતા, તેમણે પિતાની છેલ્લી જિંદગી કદાચ શંખેશ્વરમાં જ વીતાવી હશે, અથવા તે ત્યાંના શ્રાવકોના આગ્રહથી તેઓ વખતોવખત ત્યાં પધા૨તા હશે, તેથી તેમની પરંપરાના મુનિઓ શંખેશ્વરગચ્છીય તરીકે ઓળખાવા લાગ્યા. અર્થાત્ આ શંખેશ્વર ગામના નામ ઉપરથી શંખેશ્વર ગચ્છ નીકળે.
આ શ્રીમાન સર્વદેવસૂરિજી શંખેશ્વરમાં ચોમાસુ રહ્યા હતા, તે વખતે તેમણે લહિયાણપુર (મારવાડ)ના ત્યાં આવેલા રાજાને ચમત્કાર દેખાડી, પ્રતિબધ કરી, શ્રાવક બનાવીને બાર વ્રત ઉચરાવ્યાં હતાં.
પાંચ વર્ષ બાદ તે રાજા પાછો મિથ્યાત્વી થઈ જવાનું સાંભળવાથી શ્રી સર્વદેવસૂરિજી મહારાજે પિતાની આકર્ષણી વિદ્યાના બળથી તે જાને શંખેશ્વર ગામમાં પિતાના ઉપાશ્રયમાં આકર્ષ મંગાવીને ઉપદેશ આપી તેનું મિથ્યાત્વ દૂર કરાવી, ફરીને તેને જૈન ધર્મમાં દઢ કર્યો. પછી તેણે સારાં સાશે ધર્મકાર્યો કર્યા.
એ ચાલ્યા આવતા શંખેશ્વરગછના, સોએક વર્ષ પછી, નાણકગચ્છ અને વલભીગચ્છ એમ બે વિભાગો થયા.
શ્રીમાન મેરૂતુંગસૂરિજી મહારાજે સપરિવાર વિ. સં. ૧૪૬૭નું ચાતુર્માસ અહીં કર્યું હતું એટલે તે વખતે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org