________________
શિલાલે એનું અવલોકન
ગુજરાતી જેવી ભાષામાં અને સાવ ટૂંકા છે તેમાં ફક્ત સંવત, મિતિ અને દેરીઓ કરાવનારનાં અથવા તે તેમાં મૂર્તિઓ પધરાવનારનાં કે તેમના કુટુંબીઓનાં નામ અને કઈકમાં ગામનાં નામ આપેલ છે. પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ એકકે લેખમાં આપ્યું નથી. તેમ જ એ ગભારા અને દેરીઓની પ્રતિષ્ઠા જુદા જુદા સંવતેમાં થયેલી છે; બધી દેરીઓની પ્રતિષ્ઠા સાથે થઈ નથી. ૩ દેરીઓમાં લેખેની પાસે જ મધપુડા હેિવાથી તે લેખે ઉતારી શકાયા નથી. તેમ જ કેટલીક દેરીઓ અને તેની બારશાખ નષ્ટ થઈ જવાથી તેના લેખો પણ નષ્ટ થઈ ગયા છે.
(૨૫) શા. લંબાના પુત્ર હરજીની ભાર્યા મધીની દેરી.
(૨૬) શ્રીશ્રીમાલીજ્ઞાતીય, પિતાની ભાર્યા બાઈ મણીબાઈ તથા પુત્ર ૧ કાનસિંહ, ૨ પૂનસિંહ, ૩ આશકરણ, ૪ અવકરણ, ૫ દેવકરણ આદિ પરિવારથી યુક્ત શાહ ગેવિંદે આ દેરીની સં. ૧૯૬૫ના આસે સુદિ પને દિવસે પ્રતિષ્ઠા કરાવી છે.
(૨૭) સં. ૧૬પ૩ કારતક વદ ૧૧ રવિવારે, ગામ દાવદના રહેવાસી, માતા કેડિમદેના પુત્રો ૧ શાહ સૂરજી, ૨ શા. તેજપાલ, ૩ શ્રીચંદ અને તેને પુત્ર રતન, એમણે અહીં ત્રણ દેરીઓ કરાવી.
(૨૮) શ્રીરાજનગર-અમદાવાદનિવાસી, નંદરબારી, વીશા ઓસવાલ શાહ સહસ્ત્રકિરણની ભાર્યા રૂપાદે (જીના પુત્ર શાહ શાંતિદાસના પુત્ર રૂપાએ આ દેવકુલિકા-દેરી કરાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org