________________
શિલાલેખોનું અવલોકન જ્ઞાતીય મંત્રી સિંઘાની ભાર્યા ધરણના પુત્ર ધનાએ પોતાની ભાર્યા શણું, તેના પુત્રો ૧ હાપા, ૨ હીશ, ૩ વસ્તા; તેમાં હાપાની ભાર્યા કુંવરી આદિ પરિવારથી યુક્ત(મંત્રી ધનાએ) પિતાના કલ્યાણ માટે મૂ. ના. શ્રીસંભવનાથથી યુક્ત ચતુર વિંશતિજિનપદ–વીશી કરાવી. તેની પૂર્ણિમા પક્ષની પ્રથમ શાખાના શ્રીવિદ્યશેખરસૂરિની પરંપરામાં થયેલા શ્રીગુણસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રાવકોએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી છે. વાચનાચાર્ય શ્રી જ્ઞાનકલશ સદા નમસ્કાર કરે છે.
(૨૧) સં. ૧૫૩૦ માઘ વદિ શુક્રવારે પાડલાનિવાસી, શ્રીશ્રીમાલજ્ઞાતીય, પિતાના પિતા ખોખા, માતા શાણું અને ભાઈ જાના કલ્યાણ માટે, પિતાની ભાર્યા ગુરી, તેને પુત્ર વાઘા, તેની ભાર્યા ઊચ્છી વગેરે પરિવારથી યુક્ત શેઠ રત્નાએ શ્રીવાસુપૂજ્ય પ્રભુનું બિંબ કરાવીને તેની પિપલગચ્છીય ભટ્ટારક શ્રીગુણસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
(૨૨) સં. ૧૫૩૪ જેઠ વદિ ૨ સેમવારે, વિસનગરનિવાસી, પરવાડજ્ઞાતીય, વ્યવહારી-વેપારી વરસિંહના પુત્ર
વ્યવહારી સાલિગની ભાર્યા સાડૂના પુત્ર દેવરાજે પોતાની ભાય રત્નાઈ, ભાઈઓ ૧ વાનર, ૨ અમરસિહ પ્રમુખ કુટુંબથી યુક્ત (દેવરાજે) શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું બિંબ કરાવીને દ્વિવંદનિકગચ્છીય શ્રીલબ્ધિસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. | (૨૩) સં. ૧૬૨૮ ફાગણ સુદિ ૭ બુધવારે, પાટણ નિવાસી, પિરવાડજ્ઞાતિય, પિતાની ભાર્યા કસ્તૂરબાઈ તેના પુત્ર જયવંત, તેની પ્રથમ ભાર્યા પૂંજી, બીજી ભાર્યા હરખાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org