________________
શંખેશ્વર મહાતીર્થ પૂણથી આદિ કુટુંબથી યુક્ત બાઈ ફદી નામની શ્રાવિકાએ, પિતાના કલ્યાણ માટે, શ્રી વર્ધમાનજિનનું બિંબ ભરાવ્યું અને તેની આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરવી. . (૧૭) સં. ૧૫૦૭ ફાગણ સુદિ ૩ બુધવારે, ઓસવાલ જ્ઞાતિ અને વધતાલા () ગેત્રવાળા શાહ લાહડના પુત્ર શાહ કુંવરાએ શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું. તેની ખસ્તગછીય શ્રીજિનભદ્ર (ચંદ્ર) સૂરિજીના પટ્ટધર શ્રીજિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૮) સં. ૧૫૧ર ફાગણ સુદિ ૩ને દિવસે, મહેસાણાનિવાસી, પિરવાડજ્ઞાતીય શેઠ વેલાની ભાર્યા બાઈ માં નામની શ્રાવિકાએ પોતાના પુત્રો ૧ શેઠ દેવા અને ૨ જાવડ, તે બન્નેની ભાર્યા ૧ મરગદે અને ૨ સુહાસિણી, તેઓના પુત્રો ૧ લાલા, ૨ વીસા, ૩ કુરપાલ, ૪ વીરપાલ પુત્ર સૂરદાસ આદિ કુટુંબ પરિવારથી યુક્ત (શ્રાવિકા માંએ) પિતાના શ્રય માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની તપાગચ્છીય શ્રીરનશેખરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે.
(૧૯) સં. ૧૫ર૩ વૈશાખ વદિ ગુરુવારે, પિરવાડજ્ઞાતીય શેઠ કર્મણ, તેની ભાર્યા કપુરી, તેને પુત્ર શેઠ કડુઆ (કડવા), તેની ભાર્યા માનું, તેના પુત્રો શેઠ ૧ ધર્મસી તથા ૨ બહૂઆ વગેરે કુટુંબથી યુક્ત શેઠ કર્મણે શ્રીકુંથુનાથ ભગ-વાનનું બિંબ કરાવ્યું તેની ચૂત્રવાલગચ્છીય શ્રી દેવસૂરિજીના -પટ્ટધર શ્રી રત્નદેવસૂરિજીએ પાટણમાં પ્રતિષ્ઠા કરી છે.
(૨૦) સં. ૧૫૨૪ ચૈત્ર વદિ પમવારે શ્રીશ્રીમાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org