________________
૧૮૬
શએશ્વર ચહાતીથી આ જિન-વીશીપટ્ટની ભટ્ટારક શ્રીમતિલકસૂરિજીની પાટને શોભાવનાર શ્રી.....સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૯) સં. ૧૨૩૮ માઘ સુદિ ૩ શનિવારે, શ્રીમપ્રભુસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીજિન માતાની વીશીને આ પટ્ટ શાના પુત્રે ૧ રાજદેવ અને ૨ રત્નાએ પોતાની માતાને કલ્યાણ માટે કરાવ્યો છે.
(૧૦) સં. ૧૮૩૦ માગશર સુદિ ૬ શુક્રવારે, મોદી લવજીના પુત્રી બાઈ તેજકુંવરીએ શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ અને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની ચરણપાદુકાની જોડ ૧ કરાવી છે.
(૧૧) સં. ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૦ બુધવાર, સવાઈજયપુરના શાહ ઉત્તમચંદ વાલજીએ રૂપિયા પાંચ હજાર નાણું સિક્કાઈ (મુંબઈગરા) રોકડા મોકલ્યા. તેમાંથી જીર્ણોદ્ધારનું કામ નીચેની વિગતે કરાવ્યુંઃ (૧) ચોકમાં તળિયામાં લાદીઓ જડાવી, (૨) મુખ્ય દેરાસરની જાળી કરાવી, (૩) ચેવીસે તીર્થકર ભગવાનનાં પરિકર (પરઘર) સમરાવ્યાં, (૪) બાવન જિનાલય-ભમતીની દેરીઓમાં ફૂટ્યું-તૂટવું કામ સમરાવ્યું, (૫) નગારખાનાનું બે ખંડવાળું મકાન કરાવ્યું, (૬) શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ પર લેપ, કશ. એ વગેરે કામમાં રૂપિયા પાંચ હજાર શાહ જીવણદાસ ગેડીદાસ રાધનપુરવાલાની મારફત ગુમાસ્તા ૧. બ્રાહ્મણ હરનારણું, ૨ ઈશ્વરદાસ, અને ૩ ટીકારામે પાસે રહીને ખર્ચાવ્યા છે. શ્રી પાર્શ્વનાથ ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org