________________
નવું દેરાસર
આંતુ એ નાની દેરીની બહાર બીજા આઠ પાદુકાપટ્ટો છે, તેના ઉપર થોડા થોડા અક્ષરે ખોદેલા છે, પણ તે ઘણા ઘસાઈ ગયેલા હેવાથી અને નિરુપયેગી જણાયાથી ઉતા નથી.
ધાતુની એક મોટી પ્રાચીન એકલ મૂર્તિની બેઠક પર લેખ ખોલે છે, પરંતુ તે ચૂના-સીમેંટમાં દબાયેલ હેવાથી ઉતારી શકી નથી. શૃંગારકીની બહાર
શૃંગારકીની પાસે (મુખ્ય દરવાજાની બહાર) બને તરફ દલાણ (ખુલ્લી ઓશરીઓ) બનેલી છે, તે બન્નેને છેડે એક એક ઓરડી બનેલી છે, તેમાંની એકમાં પૂજાનાં કપડાં અને બીજીમાં કેશર-સુખડ ઉતારવાનું રહે છે. ?
શૃંગારકીની સામે એક પાકું (પથ્થરનું) દલાણ બનેલ છે. તેની અંદરના ભાગમાં એારડીઓ બનેલી છે, જેમાં હાલ કારખાનાના સિપાઈઓ રહે છે. તે ઓરડીઓમાં જવાના બારણાની બાશાખને ઉંબરો દેરાસરને છે અને તેનું એક બારણું કંપાઉંડના મુખ્ય દરવાજા બહાર કરતા ઉપર પડે છે, તેની બારશાખ તેમ જ ઉંબરે દેરાસરનાં જ છે. એટલે નવું દેરાસર બન્યા પહેલાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને ચેડાંક વર્ષો સુધી અહીં પધરાવ્યા હશે એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org