________________
શખેવ માહાતી ચડાવવાનું નક્કી કર્યું છે. ત્યારથી દર વર્ષે નિયમિત રીતે મૂળનાયકજીનું શિખર, બધા ગભારા તથા તમામ દેરીઓના શિખરે અને ઘુમટ ઉપર થઈને ૬૫ ધજાઓ માહ સુદિ ૫ (વસંતપંચમીને દિવસે ચડે છે
ભાવનગરવાળા શેઠ છોટાલાલ નાનચંદ આણંદજીએ મૂળનાયકજીની ઉપર ધજા ચડાવવા માટે કેટલાંક વર્ષોથી અમુક રકમ કારખાનાને અર્પણ કરેલી છે, તેથી તેમના તરફથી મૂળનાયકના ગભારા ઉપર દર વરસે ધજા ચડે છે. તેઓ રેશમી કાપડની કસબ તથા જરીના ભરતકામ યુક્ત, નંદ્યાવર્ત, સ્વસ્તિક, ય, સિંહ તથા સુભાષિત વાયેના ભરતકામ સહિત સુંદર ધજા ભાવનગરમાં કરાવીને, તેઓ પિતે અથવા તેમના ઘરમાંથી કઈ પણ માણસર પિતાની મંડળી સાથે આવીને, દર વરસે ધામધૂમથી ધજા ચડાવે છે. બાકીની ધજાએ કારખાના તરફથી ચડે છે. દેરાસરના શિલાલેખ
આ દેરાસરમાંથી મૂર્તિઓ, કાઉસગિયા, પરિકરની ગાદીએ, પટ્ટો, ધાતુની મૂર્તિઓ, પાદુકાઓ અને દીવાલમાંના મળીને કુલ પચીસ શિલાલેખે મળ્યા છે, તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ને અને સૌથી નવામાં ન વિ. સં. ૧૯૧૬ને છે. એ બધા લેખે પરિશિષ્ટ નં. ૧માં ગુજરાતી ભાષાન્તરમાં આપ્યા છે. દેરી નં. ૧૧-૧૨ વચ્ચેના ખૂણાની દેરીની અંદરની આરસની નાની દેરીમાં બે પાદુકાપટ્ટ છે. તે વિષમ સ્થાનમાં અને અંધારામાં હેવા છતાં ઘણા પ્રયાસે એ બને પશ્મા લેખે ઉતારી લીધા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org