________________
નવું દેરાસર
૧૫૭ ભંજન પાર્શ્વનાથ ભગવાનના ગભાશની ત્રણે મૂતિઓ અને બીજા નંબરની દેરીમાંની શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ, આ પાંચ પ્રતિમા સિવાયની બધા ગભારા અને તમામ દેરીઓમાંથી પ્રભુજી અને યક્ષ-યક્ષિણુઓ વગેરેની મૂર્તિઓ ઉથાપન કરીને, બધાય ગભારા તથા તમામ દેરીઓની અંદર સામાન્ય જરૂરી સમારકામ કરાવીને આરસનાં પાટિયાં ચડાવીને, અર્થાત્ સૂમ-સામાન્ય જીર્ણોદ્ધાર કરાવીને, ઉપર્યુક્ત પાંચ મૂર્તિઓ સિવાયની બાકીની બધી મૂર્તિઓની વિ. સં. ૧૯૬૭ના માહ સુદિ પને શનિવારે ફરી વાર પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યાર પછીથી આજ સુધીમાં અહીં ફરી વાર કઈ પણું મેટો પ્રતિષ્ઠામહોત્સવ થયો હોય તેમ જણાયું નથી–થયો નથી. વર્ષગાંઠ
આ મૂળ દેશસર, કેના ઉપદેશથી કોણે અને ક્યારે બંધાવ્યું, તેમ જ તેની પ્રતિષ્ઠા કેણે અને ક્યારે કઈ સાલ મિતિએ કરી-કરાવી તેને કંઈ પણ પત્તો લાગ્યું નથી. તેમ આ દેરાસરની પ્રતિષ્ઠાની સાલ મિતિ અહીં કે રાધનપુરમાં કોઈને યાદ નથી તેથી અહીં દર વરસે કાર્તકી પૂનમ, ચૈત્રી પૂનમ, પિષ દશમી કે એવા મોટા પર્વના કે મેળાના દિવસોએ અનિયમિત રીતે ધજાઓ ચડતી, કોઈ કોઈ વાર વર્ષમાં બે-ત્રણ વાર પણ ચડતી હતી, એમ મેં સાંભળ્યું છે. પછી ઉપર લખ્યા પ્રમાણે સં. ૧૯૬૭માં તમામ દેરીઓની ફરી પ્રતિષ્ઠા થઈ, ત્યારથી કે ત્યાર પછીના નજીકના સમયથી મૂળનાયકજીના ગભાણ સહિત તમામ ગભારા અને તમામ દેરીઓ ઉપર દર વર્ષે માહ સુદિ પને દિવસે ધજાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org