________________
શંખેશ્વર મહાકા: ૨. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને ઉદ્ધાર
ગુજરાતના મહારાજાધિરાજ ભીમદેવ બીજાના મહામાત્ય, પાટણનિવાસી, પિરવાડજ્ઞાતીય, શૂરવીર, દાનવીર, ધર્મવીર વસ્તુપાળ-તેજપાળે વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ સંવિજ્ઞપાક્ષિક (સંવેગી)શ્રીમાન વર્ધમાનસૂરિજીના મુખથી શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના તીર્થને અદ્ભુત મહિમા સાંભળીને, મોટા ઠાઠમાઠથી સંઘ કાઢીને, તે સૂરિજીની સાથે, શંખેશ્વરની યાત્રા કરી હતી. ત્યાં તેમણે મહત્સવ પૂર્વક દર્શન-પૂજન વગેરે કરીને સંઘપતિનાં દરેક કાર્યો કર્યા હતાં.
ત્યાર પછી તે મંદિરને ઘણું જીર્ણ થઈ ગયેલું જેને તે મંદિરને તેમણે જીર્ણોદ્ધાર કરાવીને મંદિર સાવ નવા જેવું કરાવ્યું, તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ ઉપર સોનાના કળશે ચડાવ્યા. અને તેમણે વિ. સં. ૧૨૮૬ પછીના નજીકના સમયમાં તે જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા શ્રીમાન વર્ધમાનસૂરિશ્વરજી મહારાજ વગેરે સુવિહિત આચાર્યો પાસે કરાવી.
આ જીર્ણોદ્ધાર અને તેની પ્રતિષ્ઠામાં મહામાત્ય વસ્તુપાળ-તેજપાળે બે લાખ રૂપિયા ખર્યા હતા. આ પ્રમાણે મહામાત્ય વસ્તુપાળ અને તેજપાળની આ તીર્થ ઉપર પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ હોવાથી તેઓ વખતેવખત અહીં આવીને પ્રભુભક્તિ કરતા હતા. ૩. રાણુ દુર્જનશલ્યને ઉદ્ધાર
ચંદ્મ પુર (ઝીંઝૂવાડા)ના રાણું દુર્જનશલ્યને મહા દુષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org