________________
જીર્ણોદ્ધાર
- તે પહેલાં સૂરિપુંગના ઉપદેશથી તેમના સાંભળવામાં આવેલ કે, “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ ઘણી પ્રાચીન અને ચમત્કારિક છે.” તેથી તે શંખેશ્વર તીર્થની યાત્રા કરવા ગયેલ અને ત્યાર પછી તેમણે ત્યાં આ તીર્થના જીર્ણોદ્ધારરૂપે નવેસરથી દેવવિમાન જેવું મનેહર મંદિર બંધાવીને તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ પધરાવીને વિ. સં. ૧૧૫૫માં તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી ત્યાં ઉપસ્થિત હતા એમ જણાય છે, અને તેથી કદાચ તેમના જ ઉપદેશથી સજ્જન શેઠે આ જીર્ણોદ્ધાર કરાવ્યું હોય એમ લાગે છે.
શ્રીકૃષ્ણ શંખપુરમાં શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ પધરાવ્યા પછી. ઘણા લાંબા કાળ સુધી એ ત્યાં પૂજાયા બાદ, દુશમન રાજાઓના ભયથી કે ગમે તે કારણે, એ મૂર્તિ જમીનમાં ભંડારી દીધી હોય અને કાળક્રમે વિ. સં. ૧૧૦૦ની આસપાસમાં એ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હોય, અથવા તે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું દેરાસર બહુ જ જીર્ણ થઈ ગયું હોય, ગમે તે કારણે હોય, પરંતુ પાછળથી સેરઠના દંડનાયક થયેલ મંત્રી સજન શેઠે અહીં જીર્ણોદ્ધાર જ કરાવ્યું છે એમ નહીં, પણ આ તીર્થના જીર્ણોદ્ધારરૂપે ખાસ નવીન પ્રાસાદ બંધાવીને તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી હોય એમ તે ૩ લેક ૬; તે ૨૪A લેક ૩૯; તે ૨૪B . ૬; તે ૪૬ કડી ૨૩ વગેરે ઉપરથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org