________________
શંખેશ્વર મહાતીર્થ દેશસર, ઉપાશ્રય વગેરે હતા તેમ જ આચાર્યવ, મુનિવર્યો વગેરે અહીં પધારતા હતા અને ચોમાસા પણ કરતા હતા.
તે૫૦, કડી ૧૫માં વિક્રમ અને ભેજરાજાએ સુંદર ઉદ્ધાર કરાવ્યા એમ લખ્યું છે, પરંતુ એ તે શ્રી પાર્શ્વપ્રભુનાં બીજાં તીર્થો માટે લખ્યું હોય તેમ લાગે છે, ખાસ શંખેશ્વરજી માટે લખ્યું હોય તેમ જણાતું નથી. - બારમી સદીનું પ્રથમ ચરણું ચાલતું હતું. ચૌલુક્ય (સેલંકી, મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણની રાજ્યગાદી વિ. સં. ૧૧૫૦થી ૧૧૯૯ સુધી (‘પ્રબંધચિન્તામણિ પ્રમાણે) ભાવી હતી. તે વખતે સેલંકીઓની જાહોજલાલી પુરસમાં હતી.
સિદ્ધરાજ જયસિંહની આજ્ઞા ઘણા દેશમાં પ્રવર્તતી હતી. તેમના મુખ્ય મંત્રીઓમાં બુદ્ધિશાળી, શૂરવીર અને ન્યાયસંપન્ન સજજન શેઠ નામના પણ એક મંત્રી હતા. તે મહારાજા સિદ્ધરાજ જયસિંહના ઘણું વિશ્વાસુ અને પ્રેમપાત્ર હતા.
મહારાજા સિદ્ધરાજ જ્યસિહ, સર્વ રીતે મેગ્ય જાણું, તેમને પાછળથી સેરઠના દંડનાયક-સૂબા નીમવાથી તે હોદ્દા ઉપર તે કેટલાંક વર્ષો સુધી સોરઠ દેશમાં રહેલ. તે દરમ્યાન તેમણે ગિરિનાર ઉપરના જીર્ણ થઈ ગયેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરનો સુંદર જીર્ણોદ્ધાર કરાવીને તેની વિ. સં. ૧૧૮૫માં પ્રતિષ્ઠા કરાવી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org