________________
૧
,
કેટ રેગ થયું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરવાથી તેને કેઢ નષ્ટ થયે, કંચનવર્ણ કાયા થઈ, તેથી પ્રસન્ન થઈને શણું દુર્જનશલ્ય શંખેશ્વરજીના મંદિરને જીર્ણોદ્ધાર કરાવીને તેને દેવવિમાન જેવું સુંદર કરાવ્યું.
“જગદૂચરિત” મહાકાવ્ય સર્ગ ૬ (તે ૪૦) માં લખ્યું છે કે, “પૂર્ણિમા પક્ષના શ્રી પરમદેવસૂરજીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરીને વિ. સં. ૧૩૦રની આસપાસમાં મહારાણા દુર્જનશલના કોઢ રોગને મટાડ્યો, તેથી ઉક્ત સૂરિજીના ઉપદેશથી રાજા દુર્જનશલ્ય શંખેશ્વરજીના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો.” ઉપર્યુક્ત “જગડૂત ચરિત'માં આપેલ સંવત અનુસાર મહામાત્ય વસ્તુપાળતેજપાળના જીર્ણોદ્ધાર પછી થોડાંક (૧૫-૨૦) વર્ષોમાં જ આ જીર્ણોદ્ધાર થયે ગણાય. તે વખતે મંત્રી તેજપાળ વિદ્યમાન હતા. તેમની વિદ્યમાનતામાં દુશ્મન રાજાઓના આક્રમણેથી આ તીર્થને નુકસાન થવાની સંભાવના થતી નથી. કદાચ કુદરતને લઈને કંઈ નુકસાન થયું હોય, તેને સુધરાવ્યું હોય, અથવા તે પ્લાસ્ટર-રંગ-રોગાનાદિ સામાન્ય જર્ણોદ્ધાર કરાવ્યું હોય એમ લાગે છે.
મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને દુર્જશલ્યના જણે . દ્વાર પછી આ જિનાલય શેડાં જ વર્ષો સુધી વિદ્યમાન રહ્યું. ત્યાર પછી કાળક્રમે ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં, ગુજરાત મુસલમાન બાદશાહના હાથમાં ગયું તે વખતે, અલાઉદ્દીન ખીલજીની અથવા ત્યાર પછીના મુસલમાન બાદશાહની .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org