________________
––––– (૨૨) – શકું તે માટે મને આંખો આપ. મારી વિનંતી સ્વીકારી મારી આંખ સારી કરી આપશો. ત્યાંથી ઘરે ગયો અને એક અઠવાડિયા બાદ તેજ આંખે સારી રીતે દેખતો થઈ ગયો ! યાદ રાખજો કે જબ કોઈ નહીં આતા તો મેરે દાદા આતે હૈં!!
૧૭. ખમીરવંતો (અ) જૈન સંગીતકાર શેઠ શ્રી બકુભાઈ મણિલાલના ગૃહજિનાલયમાં દર્શન સ્નાત્ર મંડળ વર્ષોથી સ્નાત્ર ભણાવતું હતું. તેના સભ્યોની સાથે ઢોલક વગાડનાર મુકુન્દભાઈ મહંત. વર્ષોથી આજે પણ પ્રભુપૂજાઓ ભણાવતા ખૂબ ભક્તિ કરી રહ્યા છે.
પાર્ટી કે સંઘ જે કાંઈ પૈસા ચૂકવે તેમાંથી ૧૫%રકમ તુરંત અલગ મુકી દે, જેમાંથી જીવદયા, માનવ રાહત, સમાજના શુભ કાર્યોમાં લાભ લે. અભ્યાસ માટે ફી તથા પુસ્તકોની મદદ પણ કરે છે. પોતાના સાથીદારોને પણ જરૂર પડે તો તુરંત ખચકાટ વગર મદદ કરે. કેટલાકને અનાજ પૂરું પાડે છે. સંકલ્પથી અમુક પ્રોગ્રામો થયા બાદ સ્ટાફને સપરિવાર શત્રુંજય અને શંખેશ્વર જેવી તીર્થની જાત્રા કરાવી છે.
પૂજાઓ ભણાવતા જાય, સમજાવતા જાય, ખૂબ ભાવવિભોર બની જાય. શાસ્ત્રીય સંગીત પર ખૂબ સારી પકડ છે. અજૈન છતાં જૈનોની પૂજાઓ ભણાવનારા આવા સંગીતકારોની ઉત્તમ ભાવનાઓની ભૂરી ભૂરી અનુમોદના !!
૧૮. સમાધિલક્ષ્મીની પ્રાપ્તિ અમદાવાદ કૃષ્ણનગરના એ પુન્યશાળી રોજ વ્યાખ્યાનમાં સમય પૂર્વે આવે. સામાન્યથી બે સામાયિક કરે. સાધુ-સાધ્વીજી શરીરની નિર્બળતા કરતાં આત્માની નિર્મળતા વધુ જરૂરી છે.
- T-star-ause IST
Jain Educator international
www.jainelibrary.org