________________
(૨૩)
વૈયાવચ્ચના કાર્યો ખૂબ કરે, ઉત્સાહપૂર્વક કરે. વર્તમાનના જીવોની દૃષ્ટિએ સમ્યજ્ઞાન પણ ખૂબ સારું.
મેં એક વાર પૂછ્યું કે તમારી દુકાન કેટલા વાગે ખોલો છો ? મને કહે કે લગભગ દસ વાગ્યાની આસપાસ. મેં કહ્યું “એ વખતે તમે તો અહીં વ્યાખ્યાનમાં હોવ છો તો દુકાને કોણ ?’” મને કહે કે એ તો માણસ રાખેલો છે. હું અગિયાર વાગ્યાની આસપાસ જઉં. મેં કહ્યું “પણ તમે દુકાને ના હોવ અને ગ્રાહક આવે, પૈસા આડાઅવળા થાય, કદાચ રાખેલો માણસ ગોટાળો કરે તો ?’’
મને કહે કે મ.સા. ! એવું છે કે જો વ્યાખ્યાનાદિ ધર્મારાધના કરવી હોય તો માણસ પર વિશ્વાસ રાખીએ તો જ ગાડી ચાલે. એ માણસ કદાચ ગોટાળો કરતો પણ હોય તો પણ હું તો એટલું જ વિચારું છું કે મને મહિને મળતાં નફામાંથી મારા ઘ૨માં પૈસા જરૂર પૂરતા મળી જાય છે તો પછી ભલેને નોકર લઈ જાય તો વા૫૨શે. એવા અવિશ્વાસના વિચારોમાં રહીએ તો ધર્મારાધના રહી જાય. ધર્મ ક૨વો છે તો સંસારને બાજુએ મૂકવો જ પડે. દુકાન વહેલી ખોલવી પડે છે તો માણસ પર ભરોસો રાખવો જ પડે. આપણા પાપનો ઉદય હશે તો કાળજી રાખવા છતાં જતા રહે છે. એના કરતાં ટેન્શન વગર જરૂર પુરતા પૈસા મળે છે તો મારે ચિંતા રાખવી નથી.
વર્તમાનમાં પૈસાને પરમેશ્વરની જેમ પૂજનારા સેંકડો મળવાના. રાત-દિવસ ધન ભેગું કરવાની ચિંતા, નવું મેળવવાની ચિંતા, આવી અનેક ચિંતાઓમાં જીવનમાં શાંતિ નામની રાણી છૂટાછેડા લઈને ચાલી જાય છે. લક્ષ્મીરાણીની પાછળ પાગલ બનેલાઓના જીવનમાં ખરેખર બાહ્ય સુખ-સગવડો ઢગલાબંધ હોવા છતાં સતત ટેન્શન, ડીપ્રેશન જેવા અનેક રોગો શરીરમાં આપણી ક્રીડા કોઈકની પીડા બને તેવા કીડા ન બનતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org