________________
------ (૧૮)
૧૩. અજબ ગજબની દયા વની ભગત કોઠારીયા ગામમાં રહે. કોઠારીયા વઢવાણથી ૮ કિ.મી. છે. ભગત ખૂબ જ દયાળુ છે. આવકમાં વધતી રકમના રોટલા કરી ભૂખ્યા માણસો, પશુઓને ખવરાવે. મનમાં ભાવો ઉછળે કે હે પ્રભુ! ઘણા બધા દુઃખી છે. ક્યારે બધાના દુઃખ દૂર કરીશ. એક સાધારણ માણસ દિલનો કેવો અમીર છે કે બધી આવક ખર્ચી નાખીશ તો કાલે શું ખાઈશ! એની પણ ચિંતા કરતો નથી. અમેરિકા રહેતા તેમના ભાઈએ પોતાની સાથે અમેરિકા રહેવાનું કહ્યું તો ભગતજી કહે “દુઃખીઓને સહાય કરવામાં મને અહીં અદ્ભુત સુખ અને શાંતિ મળે છે ! અમેરિકામાં આવી શાંતિ ન મળે. તમે પણ આવા કામ કરી શાંતિ મેળવો.” ભાઈને વાત બેઠી નહીં. અમેરિકા પાછો જતો રહ્યો.
એક વાર ભાવ થતાં ભાઈએ અમેરિકાથી દુઃખીઓ માટે પૈસા મોકલ્યા. દુઃખીની દુઆથી તેને શાંતિ મળી !! તેથી લાખો રૂપિયા મોકલવા લાગ્યા. દર વર્ષે મોકલે. લગભગ ૮ વર્ષ પહેલાં ત્રિવર્ષીય દુકાળ પડ્યો. પશુઓ ભૂખે મરતાં. દયાથી આ ભગતજી ઉધાર ઘાસ લાવ્યા. પૈસા ક્યાંથી ચુકવવા? પણ ભગતજીની શુભ ભાવનાથી ચમત્કાર થયો. ત્યાં એક અજાણ્યો માણસ મોટી રકમનું દાન આપી ગયો! તે ભગતજી ત્યાં કાયમી અન્નક્ષેત્ર ચલાવે છે. નામ છે “રામ રોટી અન્નક્ષેત્ર.' રોજ ૪ હજાર રોટલા બનાવીને આજુબાજુના ગામમાં પણ ભૂખ્યા માનવી તથા પશુઓ માટે રોટલા મોકલે. પક્ષી તથા કીડીઓને પણ રોટલાનો ચુરો ખાંડ ભેળવીને ખવરાવે ! આવું ઉત્તમ કામ સાક્ષાત્ જોઈ એક દરબારે પોતાના ખર્ચે બધાને શાક આપવા કહ્યું. સુરેન્દ્રનગરના એક
શેમાં રસ છે? પ્રધાન બનવામાં કે પ્રદાન કરવામાં?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org