________________
- જો આ 996 [ , MB હે ભવિતવ્યતા. એના ભાગ્યે એ માંગલિક પામી ગયો! એને ધણો લાભ થશે! મારે તો તારી ભક્તિથી તને સુખી બનાવવો હતો. પરંતુ તારું ભાગ્ય નહીં હોય. કાંઈ નહીં. હવે એને શોધી તું અહીં બોલાવ”. પેલો દેવકરણ કહે, “ગુરૂદેવ ! હું અભણ ફેરિયો છું. મારા ભાગ્યમાં વળી ધન કયાંથી હોય?” મહારાજશ્રી “પુણ્યોદયે તને મળશે. પણ તારી ઇચ્છા કેટલાની છે?” એણે કીધું, “સાહેબજી! ૧૦ હજાર મળી જાય તો ઘણું ઘણું”
હજુ વધુ માંગ' ગભરાતાં તે બોલ્યો, “એક લાખ” જા મળશે. પણ તેથી વધુ જેટલાં મળે તેટલાં ધર્મમાં વાપરવાનો નિયમ લે !” પેલાને આ અશક્ય જ લાગતું હતું. તેણે તો તરત જ તે સ્વીકારી લીધો !
પરંતુ વર્ષો પછી તે તો દેવકરણ શેઠ બની ગયા. એક વાર પત્ની પૂતળીબાઇસાથે પાલીતાણા યાત્રાએ નીકળ્યા. રસ્તામાં સોનગઢ પાસે મોટરમાંથી સોનગઢ આશ્રમ જોયો. જોતાં વર્ષો પહેલાં મહારાજશ્રી પાસે સાંભળેલ માંગલિક અને લીઘેલ અભિગ્રહ યાદ આવી ગયો !! ડ્રાઇવરને રોકી, ઉતરી શેઠાણીને બધી વાત કરી કહે “આ બધું ધન તો મેંધર્મને આપી દીધું છે. માણસ દિલનો ચોખ્ખો. પછી તેણે ૨ પુત્રીને ૫૦-૫૦ હજાર આપી બાકીનું ધર્માદા કરી દીધું !!! ધણાં ઉપાશ્રયો બંધાવવા વગેરે ધર્મકાર્યો કર્યા.
માંગલિક, વાસક્ષેપ, આશીર્વાદ વગેરેનો ચમત્કારિક પ્રભાવ છે જ. તપ, સંયમ, જ્ઞાન વગેરેનું બળ જેટલું વધુ તેટલો પ્રભાવ પણ વધુ! તમે બધા પણ નૂતન વર્ષે સૌ પ્રથમ પ્રભુભક્તિ, માંગલિક-શ્રવણ વગેરે શ્રધ્ધાથી ભાવપૂર્વક આરાધી આત્મિક આનંદ વગેરે પામો અને પ્રભુને દિલથી પ્રાર્થના કરો કે આવો પ્રભાવવંતો ધર્મ રોજ વધુ ને વધુ કરવાનો ઉમંગ, ઉલ્લાસ ને શક્તિ અર્પે.
- નૂતન વર્ષના જે પ્રભાતે અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમ મહારાજાને કેવળજ્ઞાનનું પ્રદાન કર્યું તે જ પ્રભાત હે ગૌતમ સ્વામિજી ! આપની કૃપાથી અમને આત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન અર્પણ કરો ! આ મંગલદિને પ્રસન્નતા, ખુશાલી અને આનંદ પ્રગટો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org