________________
કાવેરી
મળે છે. કાકાબે, કદાનર, કુમ્માહોલ, મુટરામુડી, ચીકાહોલ અને સુવર્ણાવતી અથવા હરિંગી એ નદીઓ તેના ઊછળતા પાણી સાથે આવીને કાવેરીમાં પડે છે અને અહીંથી એક મહાનદીના સ્વરૂપે કાવેરી ઘસમસતી આગળ વધે છે.
મસ્ત હાથણીના જેવું સ્વરૂપ ધારણ કરીને હવે કાવેરી આગળ વધે છે અને તે ફેસરપેટ સ્ટેશનની પાસે આવી પહોંચે છે. અહીં કાવેરીની વિરાટ શક્તિને મહાત કરતો અને કુદરત ઉપર માનવી શક્તિના વિજયની શાખ પૂરતો નક્કર પથ્થરને ભપકાદાર પૂલ બાંધેલો છે. આ પૂલ પ૧૬ ફૂટ લાંબો છે.
કૂર્ગની કઠણ જમીનમાં વહી વહીને ખડતલ બનેલી કાવેરી, એ શીલાભૂમિથી થાકે છે અને હવે તે મૃદુ ભૂમિને શોધીને તેના ઉપર ક્રીડા કરવા માંગતી હોય તેમ, મહેસુરના રળિયામણુ પ્રદેશમાં દાખલ થાય છે. મહેસુર પ્રદેશમાં દાખલ થયા પછીનવા પ્રદેશમાં ધીમે ધીમે સત્તા સ્થાપતા વિજયી ભૂપતિના જેવી આ સરિતા એક સાંકડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org