________________
-
-
----
-
કાવેરી
દર લંબાઈ ૪૭૫ માઈલ છે. અને તે ૨૮ હજાર ચેરસ માઈલથી વધારે મેટા ક્ષેત્રને ખેતીને માટે પાણી પૂરું પાડે છે. ઉત્તર હિંદમાં ગંગા જેવી પવિત્ર ગણાય છે, તેવી જ દક્ષિણ ભારતમાં કાવેરી પવિત્ર નદી ગણાય છે. તેમજ એને “દક્ષિણગંગા' એવું મહાઉપનામ આપવામાં આવ્યું છે. એને આખે કિનારો રળિયામણે છે અને તેટલો જ તે પવિત્ર મનાય છે. - આ નદીમાંથી સંખ્યાબંધ નહેર ખોદવામાં આવી છે અને તેથી હજારો વાર જમીન ઉપર એનાં પાણી સરી જઈને, લાખો મણ ચેખા અને બીજાં અનાજ પેદા કરવામાં મદદ કરે છે. આથી કાવેરી દક્ષિણ ભારતની અન્નપૂર્ણા કહેવાય છે.
અન્નપૂર્ણા કાવેરી બ્રહ્મગિરિના પવિત્ર સ્થળેથી જન્મને સૌથી પહેલો પિતાને પાલવ કૂર્ગના કાળા પ્રદેશમાં પાથરીને, ટેકરીઓની ગેદમાં વિશ્રામ લેતી બેસે છે. અહે! કેટલો સુંદર એ દેખાવ છે! એકાદ સોનેરી સવારે તમે કૂર્મની પથરાળ ભૂમિને માથે મુકુટ પેઠે વિરાજતી એકાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org