________________
વિદ્યાથી વાચનમાળા-૮ દક્ષિણ ભારતમાં મહેસુરનું દેશી રાજ્ય આવેલું છે. એના વાયવ્ય કોણમાં કૂર્મ પ્રાંત છે. એ કૂર્ગ પ્રાંતમાં બ્રહ્મગિરિ નામનો રળિયામણે પર્વત છે. એ પર્વતમાંથી કાવેરી નદીનો ખળખળ કરતો સુંદર પ્રવાહ વહી નીકળે છે. નદીના જન્મસ્થાનને અહીંને દેખાવ અત્યંત સુંદર અને નયનને શાંતિ આપે એવો છે. નીચેની પથરાળ જમીન ઉપરથી બરફ જેવું ઠંડું, અપૂર્વ મીઠાશવાળું અને કુદરતી રીતે ગળાયેલું પાણી ખળખળાટ કરતું વહી જાય છે. એને સ્વાદ એવો મધુર છે, કે જે તમે તેને એક ઘૂંટડે પી જાઓ તો માસ સુધી એના સ્વાદને ભૂલી ન શકો. | નદી બ્રહ્મગિરિમાંથી જન્મીને મહેસૂરના પ્રદેશમાં દાખલ થાય છે અને મહેસુરના સપાટ ઊંચા પ્રદેશો ઉપર ખેલતી કૂદતી, મદ્રાસની મૃદુભૂમિમાં પગલાં માંડતી, ધીમે પગલે આગળ ધસતી, તાંજોર જિલ્લામાં થઈને બંગાળના ઉપસાગરમાં આત્મસમર્પણ કરી દે છે.
આ સુંદર અને અતિ મનોહર નદીની એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org