________________
गोविंद ३ जानां वणीनां ताम्रपत्रो
१७
(૫, ૩૭) તમને જાહેર થાએ કે મયૂર્ખણ્ડી શહેરમાં વાસ કરીને, આ લેાક અને પરલેાકમાં મારા અને મારાં માતિપતાના પુણ્ય યશ માટે શકરાજાના સમય પછી ૭૬૦ વર્ષ પછી, વ્યય સંવત્સરમાં, વૈશાખની પૂર્ણિમાને દિને ચંદ્રગ્રહણ વખતે નાક્રિકદેશના વટનગરવિષયમાં અમ્મકગ્રામ જેની સીમા:-~-~
પૂર્વે વડવુર ગામ,
દક્ષિણે વારિખેડ ગામ,
પશ્ચિમે પદ્ભુિતવાડ ગામ અને પુલિન્દ્રા નદી, અને ઉત્તરે પાનાલા ગામ~-~
આ સીમાવાળું ગામ, ઉર્દૂ સહિત, ઉપરિક સહિત, દંડ અને દશ અપરાધની સત્તા સહિત, ભૃતેાપાત્ત પ્રત્યાય સહિત, વેઠ કરાવવાના હક્ક સહિત, અન્ન સુર્વણુની આવક સદ્ગિત, સૈનિકેના પ્રવેશમુકત, રાજપુરૂષાની દખલગિરિ સિવાય ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતેા. ના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને વંશજોના ઉપભાગ માટે, બ્રાહ્મણેા અને દેવાને કરેલા પૂર્વેનાં દાન વજ્રર્ય કરી, અભ્યન્તરસિદ્ધિના નિયમાનુસાર અને મિચ્છિદ્રન્યાય પ્રમાણે, આજે સ્નાન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિના પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે દ્વિવેદી દામેાદરના પુત્ર ચતુર્વેદી નામેાદર ભટ્ટને અને વૅકિંગ શહેરના નિવાસી, ત્યાંના ચતુર્વેદી મંડલના, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય શાખાના બ્રહ્મચારી વિષ્ણુભટ્ટના પૌત્રોને, મેં પાણીના અર્ધ્ય સાથે આપ્યું છે.
(૫. ૪૪) આથી જ્યારે તે બ્રહ્મદાય પ્રમાણે આ ગામના ઉપભેગ કરે, કરાવે, ખેતી કરે, અથવા ખીજાને સોંપે ત્યારે કાઇએ લેશમાત્ર પશુ પ્રતિબંધ કરવે નહીં. આ મારા દાનને પેતે દાન કર્યું હોય તેમ ભાવિ પવિત્ર નૃપાએ અમારા વંશના કે અન્ય હાય તેમણે -- ભૂમિદાનનું ફૂલ દાન કરનારને અને તેની રક્ષા કરનાર સર્વેને સામાન્ય છે અને શ્રી વિદ્યુત જેવી ચંચલ અને અનિત્ય ( નાશવંત) અને જીવિત તૃણના અગ્રેજલબિંદુ જેવું ચંચલ છે તેમ માની અનુ મતિ આપવી અને રક્ષણ કરવું.
અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થયેલા ચિત્તથી આ દાન જપ્ત કરે અથવા તેમાં અનુમતિ આપે તે પંચમહાપાપ અને અન્ય અલ્પ પાપાના ઢાષવાળા થશે.
66
( પં. ૫૪ ) વૈદકર્તા વ્યાસે કહ્યું છે કેઃ—દાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષે વાસ કરે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષે નરકમાં વસે છે. રામભદ્ર ક્રી ફ્રી ભાવિ નૃપાને તેની યાચના આમ કરે છે— “ નૃપાનાં પુણ્ય કર્મનેા સેતુ સર્વદા તમારે રક્ષવા જોઇએ ’” અને નિર્મલ ચિત્તવાળા અને આત્મલાભના વિચારવાળા જનાએ, શ્રી અને જીવિત કમળપત્ર પરના જલાબંદુ જેવું ચંચલ માનીને શું અન્ય જનાના યશ પણ ન રક્ષવા જોઇએ ?
( પં. ૬૧) દાનપત્રના લેખક વત્સરાજના પુત્ર શ્રી અરૂ]ાદિત્યઃ ક-ભવિરામ.
૧ અન્ય લેખે।માં આ નામ કોલ્હાપુર ઉપર પુનાલ નામના પર્વ ના સંસ્કૃત નામ તરીકે વપરાયું છે પરંતુ આ લેખમાં તે સ્થળ ધારવામાં આવી શકે નહીં.
१९
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org