________________
१३६
गुजरातना ऐतिहासिक लेख
(જ્યારે) ઉન્નત મનવાળાએ આ વ્રત કરે પછી કપાલ, કમંડલ, વલ્કલ, સિત અને રક્ત જટા વિગેરેની શું જરૂર છે?”
૨૬ મી પંક્તિમાં કહેલે રાજા કાન્હડદેવ એ આગલા લેખમાં બતાવેલો પરમાર કૃષ્ણરાજદેવ જ છે.
* છેલ્લી પંક્તિ(૩૧)માં કહ્યું છે કે, મહારાજ કુલશ્રી મસિહદેવે આ પવિત્ર ભૂસહવાસહિકામાં એક શાસન વડે પવિત્ર નેમિનાથદેવને વાહિરહદીમાં ડવાણ ગામ તે દેવની પૂજા તથા અભેગ માટે આપ્યું. છેવટે લેખમાં ભવિષ્યના પરમાર વંશના રાજાઓને આ દાન યાવચંદ્રદિવાકર રાખવા માટે સેમસહદેવની વિનંતી છે.
લેખમાં આપેલાં સ્થળોમાંથી નીચેનાં હું ઓળખાવી શક્યો છું
અબુધ પર્વત ઉપરનું દેઉલવાડાગામ ઈન્ડિયન એટલાસમાં લે. ૨૪૩૬ ઉત્તર; લે. ૭૨૪૩ પૂર્વ ઉપર આવેલું દિલ્હારા છે. ઉમ્બરણકી નકશામાં દિવારાની દક્ષિણમાં–અગ્નિકેણમાં માઈલ ઉપર આવેલું મિની છે. ઘઉલી ગામ દિલ્હારાની પશ્ચિમ-નૈરૂત્ય કોણમાં ૮ માઈલ ઉપરનું ધૌલી છે. સૃષ્ઠસ્થલનું મહાન તીર્થ કદાચ નકશામાં દિવારાની અગ્નિ કેણમાં ૮ માઈલ ઉપરનું મુર્થલ હશે. ગડાહડ ગામ નકશામાં દિવારાની દક્ષિણ-નરુત્ય કેણમાં ૧૧ માઈલ ઉપરનું ગદર, જે ગડાર (ગડાડ)ને બદલે લખેલું માનીએ તે હેય. સાહિલવાડા એ દિવારાની પશ્ચિમે વાયવ્યમાં ૮ માઈલ ઉપર આવેલું સેલવારા છે. અબુંદ પર્વતની નજીકમાં જણાવેલાં ગામમાં, આબુય નકશામાં દિલવારાની અગ્નિકાણુમાં ૧ માઈલ ઉપરનું આબુ છે. ઊતરછ દિલ્હારાની ઈશાન કેણમાં ૫ માઈલ ઉપરનું ઉત્રજ છે. હેઠઉજી દિલવારાની દક્ષિણે ૨ માઈલ ઉપરનું હેતંજી છે. સિહર દિલવારાની ઈશાનમાં ૮ માઈલ ઉપરનું સેર છે. કેટલી કદાચ નકશામાં દિલવારાની પૂર્વમાં ૭ માઈલ ઉપર બતાવેલું કોત્રા હોય. સાલ કદાચ દિલવા. રાની પૂર્વ-અગ્નિ કેણમાં ૧ માઈલ પરનું સ૯ગામ હોય. રાસા દિલવારાની ઈશાનમાં ૩ માઈલ ઉપર એરિઆ નામના ગામને મળતું આવે છે. પરંતુ બન્ને એક જ છે, એમ માનવા માટે નકશામાં આપેલું નામ ખોટું છે, એમ માનવું જોઈએ.
લેખની છેલ્લી બે પંક્તિઓ, જે ઉપર કહ્યું છે તેમ પાછળથી ઉમેરી છે, તેમાં પવિત્ર કૃષ્ણ રુષિના વંશજ ન્યાયચન્દ્રસૂરિએ બે શ્લેકમાં રચેલી આબુ પર્વતની પ્રશસ્તિ, તથા કેઈ યાત્રાળુ આ મંદિરની યાત્રાએ આવ્યો હતો તેની એક ટૂંકી નોંધ આપી છે.
નં. ૩-૩ર સુધીના નાના લેખે, જે બધા હાલ પહેલી વાર પ્રસિદ્ધ કર્યા છે, તે જૈન પદ્ધતિની નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા છે, જે કે, વિશેષ નામે ઘણાં ખરાં પ્રાકૃત એપમાં આવે છે. એક વાર, નં. ૪ માં “ચંડપ ”માં “ડ”ને, બુલહરના “ ઈન્ડીયન પેલી ઓગ્રાફી ” માં લેટ ૫ કેલ. ૧૬ પં. ૨૨ માં, ભીમદેવ ૧ લાના એક લેખમાંથી આપેલો ખાસ આકાર આપ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org