________________
गुजरातना ऐतिहासिक लेख અને પૂર્ણસ્વામી, પા ચાર ચરણના બ્રાહ્મણોને ચતુર્વેદિ વર્ગનું પહેલાં પાલન કરી, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, પચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે, અને મારાં માતાપિતાના અને મારા પુણય યશની વૃદ્ધિ માટે, કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્થે સાથે અમ આપ્યું છે.
(પંક્તિ ૪૩) આથી અમારા વશનાં કે અન્ય ભાવિ ભેગપતિઓએ, પ્રબળ પવનથી પરિત ઉદધિના જલતરંગ જેવો ચંચલ જીવલેકે છે, વૈભવ અનિત્ય અને અસાર છે અને ગુણે દીર્ઘ કાળ સુધી ટકી રહે છે મfમાં ખીને, ભોગ અને ભૂમિદાનના સામાન્ય કુળની અભિલાષવાળા અને શશી જેવા ઉજજવળ ચિરકાળ સુધી રહેતા યશની પ્રાપ્તિની વાંછનાવાળાઓએ (ભેગપતિઓએ) આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણું કરવું જોઈએ. અજ્ઞાનના ઘન તિમિરધી આવૃત ચિત્તવાળે જે આ દાન જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહા પાપને અને અન્ય નાનાં પાપને દોષી થશે.
(પ. ૪૬) ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે ----ભુમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વરસ વાસ કરે છે પણ દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વરસ નરકમાં વસે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિદ્યાદ્રિના નિર્જવ વૃક્ષનાં શુષ્ક કટરમાં વસતા કાળો નાગ જન્મે છે. સગરના સમયથી ભૂમિનો બ૩ નૃપ એ ઉપગ કર્યો છે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અહીં પૂર્વ નૃપેએ કરેલાં ધર્મ, શ્રી અને યશનાં ફળ દેનારાં દાન, ભેગા કરેલી માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે?
(પ. ૫૦ ) સંવત્સર વસે અધિક અંસી, કાર્તિક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્રાધિકરણધિકૃત રેવથી લખયું નંવત્ ૩૦ ૨ અને ૮૦. કાર્તિક શુ. ૧૦ અને ૫.
(પંક્તિ પર ) દિનકરના ચરણુની પૂજામાં આનદ લેનાર શ્રીવીતર ગના પુત્ર પ્રશાન્તરાગના આ સ્વહસ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org