________________
નં. ૧૪૧–૧૪૨
ચાલુકય કર્ણદેવના સમયનાં નવસારીમાંથી મળેલાં બે દાનપત્ર (તામ્રપગે જોડી બે)
શ. સં. ૯૯૬ માર્ગ. સુ. ૧૧ આ. સ. . સ. ના ૧૯૧૮ આખરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ તામ્રપત્ર મુંબઈ માંની જે. એ. સી. ની શાખાના લાઈબ્રેરીયન મી. પી. બી. ગોસ્કરે સુપરીટેન્ડન્ટને મેળવી આપ્યાં હતાં. તે રીપોર્ટ ભાગ બીજામાં પા. ૩૫ મે આ પતરાં સંબંધી ટુંકી નોંધ છે. પતરાંના ફેટોગ્રાફ તથા રખેગે પ્રસિદ્ધ કરવા ડે. વી. એસ. સુકથંકરને આપવામાં આવેલ, પણ તેઓ લાંબી રજા ઉપર ગયા ત્યારે મને સેંપવામાં આવ્યાં. આ બે જેડીમાંથી પહેલી જોડી “એ” ફોટોગ્રાફ તથા રબગ ઉપરથી અને બીજી જેડી “બી” માત્ર ફોટોગ્રાફ ઉપરથી પ્રસિદ્ધ કરું છું. આ બધાં ઉપરાંત પતરાં સંબંધી એક ટાઇપ કરેલી નોટ કઈ તે બાજુના લેખકે લખેલી મને સોપવામાં આવેલ, જેમાં તેમાં લખેલાં સ્થળો ઓળખાવવાનો પ્રયત્ન કરેલ હતા.
“એ” દાનનાં ત્રણ રબિગે છે અને એમ અનુમાન થાય છે કે પહેલું પતરું બન્ને બાજુ અને બીજું એકજ બાજુ કતરેલું હશે. “બી” દાનનાં બે જ બિંગ છે અને તેનાં બન્ને પતરાં એક જ બાજુ કતરેલાં હશે. બધાં પતરાંનું માપ ”૪૬” છે. બધાં પતરાંમાં કાણાં પાડેલાં છે, પણ કડી તેમ જ સીલ માટે કાંઈ કહી શકાતું નથી. રાબંગ ઉપરથી કહી શકાય કે “એ” દાનનાં પતરાં સંભાળપૂર્વક ઊંડાં કતરેલાં છે, જ્યારે “બી” દાનનાં પતરાં બહુ જ બેદરકારીથી છીછરાં કતરેલાં છે. બધાં પતરાં સુરક્ષિત લાગે છે. એ દાનની છેલ્લી બે પંક્તિઓ “બી” દાનના કતરનારે કેતરી લાગે છે. લિપિ બન્નેમાં નાગરી છે અને અક્ષરોનું સરાસરી મા૫ પહેલામાં ઇંચ અને બીજામાં 3 ઇંચ છે. ભાષા બન્નેમાં સંસ્કૃત છે. “એ” દાનને ઘણો ખરો ભાગ, પંક્તિ ૪ થી ૧૧, ૨૭ થી ૨૯ અને ૩૦ થી ૩૬ બાદ કરીને, પદ્યમાં છે. જ્યારે બી” દાનમાં છેલ્લા બે શાપના બ્લેકે સિવાય બધે ભાગ ગદ્યમાં છે.
“એ” દાનની શરૂવાત વાસુદેવને નમસ્કારથી તેમ જ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી થાય છે ૫. (૧–૪). ત્યારપછી દાનની તિથિ નીચે મુજબ આપેલ છે–શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર ભૌમ (પં. ૪–૫). પછી ચાલુની વંશાવળી છે જેમાં મૂળરાજથી શરૂ કરી, અનુક્રમે દુર્લભરાજ ભીમદેવ અને કર્ણદેવનાં નામ આપેલ છે (પં. ૬–૯). આ કર્ણદેવના રાજ્યમાં મહામણ્ડલેશ્વર શ્રી દુર્લભરાજે દાન આપેલું છે. તેનું મથક લાટ પ્રાંતમાં નાગસારિકામાં હતું. આ દુર્લભરાજ પણ ચાલુક્ય વંશને જ છે અને તે ગાંગેયનો પૌત્ર અને ચંદ્રરાજનો દીકરો હતા. (પં. ૧૦–૨૪). તેણે પંડિત મહિધરને ધમણછ ગામ દાનમાં આયાનું ત્યાર બાદ લખેલ છે ( પં. ૨૫-૩૪). છેલ્લા બે પંક્તિ ૩૫ ને ૩૬ જેમાં તે ગામની ચતુઃસીમાં આવે છે તે પાછળથી ઉમેરી હશે. - “બી” દાનની શરૂવાત એકદમ વંશાવલીથી જ થાય છે અને મૂલરાજથી કર્ણદેવ સુધીની હકીકત આપેલ છે (પં. ૧–૬). આમાં મૂલરાજ અને દુર્લભરાજ વચ્ચે ચામુંડરાજનું નામ વિશેષ જોવામાં આવે છે. પછી દાનનું વર્ણન એ દાનની માફક જ આવે છે. માત્ર તિથિમાં ફેર છે; કારણ આમાં વિ. સં. ૧૩૧૧ કાર્તિક સુ. ૧૧ આપેલ છે (૫. ૭-૨૧ ). અંતમાં શાપના લોકો તેમ જ લેખક તથા દૂતકનાં નામ છે.
૧ જબા. વ્ય. જે. એ. સ. . ૨૧ પા. ૨૫૦ જી. વી. આચાર્ય. ૨ ડે. સુથંકરે ટાંચેલી કેટલીક હકીકતે તેમણે મને આપી હતી તે માટે, તેમને ઉપકાર માનું છું. ૩ મેં આ લેખ વાંચે ત્યારે ડે. જીવણજી. જે. મોદી એ જાહેર કર્યું કે તે નોટ તેમણે લખી છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org