________________
मृलराजनुं दानपत्र વશ કરવાથી જયસિંહને સિદ્ધરાજ નામ પ્રાપ્ત થયું એમ પણ ઘટાવે છે. બધે ઊહાપોહ કર્યા પછી એમ સંભવે છે કે બર્બરક ઉત્તર ગુજરાતમાં રહેતી કોઈ અનાર્ય જાતિને એટલે કે કેળી. ભીલ અગર મેહેર જાતિને હશે.
કુમારપાલના રાજ્યના અનેક ઉપયોગી બનાવામાંથી શાકશ્મરીના રાજાને જિત્યા બાબતનું જ વર્ણન લેખ નં. ૩ થી ૧૦માં છે. ત્યારપછીના રાજા અજયપાલ સંબંધી જૈન ગ્રંથકારે બહુ જ જુજ લખે છે. કારણ કે તેને તે ધિક્કારતો હતો. તેને પરમમાહેશ્રવર અને મહા માહેશ્વર લખ્યો છે તેથી જૈનધર્મ તરકની વિમુખતા સ્પષ્ટ થાય છે. તેણે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રને જીવતા બાળી મક અને જેનનાં મંદિરો તેમ જ પુસ્તકને નાશ કર્યો. તેની પછીના મૂળરાજ બીજાના રાજ્ય સંબંધી એક જ બનાવ જૈનગ્રંથકારોએ વર્ણવ્યા છે. અને તે તેની મુસલમાન ઉપરની જિત છે. ગર્જનક તે ગઝનવીનું સંસ્કૃત રૂપ છે. મેરૂતુંગ તેઓને ગજજનક લખે છે. કીર્તિકૌમુદીમાં સં. ૨ ક. ૫૭ માં આ મૂલરાજે તુરૂષ્કના પાદશાહને જ એમ લખેલ છે. મી. ફેન્સે પણ તે જિત ખરેખરી અટકળી છે.
- ત્યાર પછીના રાજા ભીમદેવ બીજાના અગર ભેળે ભીમના રાજ્ય માટે લેખ બહુ ઉપયોગી છે. ગુજરાતી ગ્રંથકારો મી. ફેન્સેના સમયમાં જણાએલા તેમજ અત્યારે જણાએલા પણ તેના રાજ્ય માટે બહુ જ લખે છે. મેરૂતુંગ અને સેમેશ્વરને આ ભીમ માટે મમતા નહોતી. તેઓનું ધ્યાન, ગુજરાતના ભાવિ રાજાના બાપ, ધવલગૃહ અગર ધોળકાના રાણું વીરધવલ તરફ અને તેના બે જૈન મંત્રીઓ તેજપાલ અને વસ્તુપાલ તરફ ખેંચાયું હતું. મી. ફેન્સે તેટલા માટે ચાંદના પ્રથિરાજ રાસા ઉપર તેમ જ પાછળના મુસલમાન ગ્રંથકારે જે ભસાપાત્ર નહોતા તેના ઉપર આધાર રાખેલ છે. ચાંદ ભીમને ઈ. સ. ૧૧૯ પહેલાં મરેલે વર્ણવે છે. મી. ફેન્સ તેને ઈ. સ. ૧૨૧૫ માં મુએલે વર્ણવે છે. ઈ. સ. ૧૨૭ી ના આબુના લેખમાં ભીમને જીવતા લખ્યો છે અને તે લેખને ઉલ્લેખ મી. ફાર્મ્સ કરે છે. છતાં ઇ. સ. ૧૨૧૫ માં ભીમને મુએલ કેમ કએ તે સમજાતું નથી. મેરૂતુંગ પણ પ્રબચતામણિમાં લખે છે કે ભીમદેવે વિ. સં. ૧૨૩૫ પછી ૬૩ વર્ષ સુધી, એટલે કે વિ. સ. ૧૨૮ અગર ઈ. સ. ૧૨૪૧-૪૨ સુધી રાજ્ય કર્યું. આપણું લેખમાં પણ ભીમદેવનું છેલ્લું દાનપત્ર વિ. સં. ૧૨૯૬નું છે અને ત્યાર પછીના ત્રિભુવનપાલનું પહેલું વિ. સં. ૧૨૯૯ નું છે. ભીમદેવના રાજ્યના ઐતિહાસિક બનાવે સંબંધી મેરૂતુંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે માલવાના સેડ એટલે કે સુભટવર્મને ગુજરાત ઉપર ચઢાઈને પ્રયત્ન કર્યો હતો અને તેના દીકરા અર્જુનદેવે ગુજરાતને નાશ કર્યો હતે. વ્યાઘપલ્લી અગર વાઘેલને લવણપ્રસાદ જે રાણું વિરધવલને બાપ હતા તે ભીમને રાજ્યચિન્તાકારી હતું. ત્યાર બાદ વાઘેલાના તેમ જ તેના જૈનમંત્રીઓના વર્ણનમાં ઉતરી જાય છે. તેની વિચારશ્રેણીમાં તેણે ભીમ ૧૨૩૫ માં ગાદીએ બેઠે એટલું જ લખ્યું છે અને પછી ગજનક( મુસલમાન)નું રાજ્ય થયું. સેમેશ્વરે કીર્તિકૅમુદી સ. ૨ લૈ. ૫૯-૬૧ માં ભીમને તેથી પણ ખરાબ વર્ણવ્યા છે, અને પછી મેરૂતુંગની માફક વાઘેલાનું વર્ણન શરૂ કરે છે.
ગ્રંથકારે આમ લખે છે છતાં ભીમદેવના લેખે તેને ક્ષુદ્ર રાજા તરીકે વર્ણવતા નથી. આપણું તામ્રપત્રોમાં તેને અભિનવ સિદ્ધરાજ નારાયણવતાર અને સપ્તમ ચકવર્તન લખેલ છે. તે બિરૂદ તેનાં પિતાનાં જ તામ્રપત્રોમાં નહીં, પણ જયન્તસિંહના (નં. ૪) તેમ જ ત્રિભુવનપાલ(નં. ૧૦) ના લેખમાં પણ છે. લેખે ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે તેના તાબામાં સાબરમતીની ઉત્તર ગુજરાતનો ઘણેખરે લાગ જે મૂલરાજ ૧ લાના તાબામાં હતા તે હતા અને દક્ષિ રજપૂતાનાના ચંદ્રાવતી અને આબુના રાજાએ તેની સત્તા કબુલ કરતા હતા, નં. ૬-૮-૯ માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org