________________
નં. ૧૧૫ ગોવિંદ ૪થાનાં ખંભાતનાં તામ્રપત્રો
શ. સ. ૮૫ર જયેષ્ટ સુ. ૧૦ સેમવાર આ તામ્રપત્રે ખંભાતને એક ખેડૂત હળ ખેડતો હતો ત્યારે ખેતરમાંથી મળેલાં હતાં. તે લાકડાની એક પેટીમાં હતાં. તે પેટી ઉખેળતાં તૂટી ગઈ. પછી આ તામ્રપત્ર પેટલાદના એક ગુજરાતીના કબજામાં આવ્યાં હતાં. તેની પાસેથી પ્રો. એ. વી. કાથવટેએ બહુ મહેનતથી મેળવ્યાં હતાં.
પતરાં કુલ ત્રણ છે, અને તે ૧૩ ઇંચ લાંબાં અને ૧૦ ઇંચ પહોળાં છે. અંદરના લખાણના રક્ષણ માટે કોર સહેજ વાળી દીધેલી છે. પહેલા અને ત્રીજા પતરાની એક અંદરની બાજુએ અને વચલા પતરાની બન્ને બાજુએ લેખ કરેલ છે. ત્રીજા પતરાના નીચેના ખૂણુ તૂટી ગયા છે, તેથી થોડા અક્ષરે ગુમ થયા છે, તે પણ એકંદર લેખ સુરક્ષિત છે. પતરાંની એક બાજુએ કાણુમાંથી પસાર થતી ? ઇંચ જાડી અને ૪ ઇંચ વ્યાસવાળી ગેળ કડીથી તે બાંધેલાં છે. કડીના છેડા ઉપર ૨ ઇંચ ઉંચી અને પહોળી સીલ છે. તેમાં જરા નીચે પડતી સપાટી ઉપર ગરૂડનું ઉપડતું ચિત્ર છે. ગરૂડ સન્મુખ પાંખ પહોળી કરીને બેઠેલે છે, અને તેનું નાક ચાંચના જેવું છે. તેના દરેક હાથમાં સર્પ છે. ગરૂડની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિનું, અને નીચે ચમર અને દવાનાં ચિત્રો છે. ડાબી બાજુએ કઈ પ્રાણી ઉપર બેઠેલી દેવી અને તેની નીચે સ્વસ્તિક છે. કોર ઉપર ફરતાં આયુધ્ધનાં ચિત્ર છે, જેમાંના ખડ્ઝ, બાણ, અને વજી સ્પષ્ટ ઓળખી શકાય છે. ગરૂડની નીચે અક્ષરો હતા, પણ અત્યારે ઘસાઈ ગયા છે. કોતરકામ સારી રીતે કરેલું છે. લિપિ ૧૦ મી સદીનાં બીજાં તામ્રપત્રો ઉપરની લિપિને મળતી છે. અક્ષરનું સરેરાશ કદ ૩ ઇંચ છે.
ભાષા સંસ્કૃત છે. શરૂવાતના ઓ અને સ્વસ્તિ સિવાય પહેલેથી પંક્તિ ૩૮ પર્યત બધો ભાગ પદ્યમાં છે, અને બાકીનો ભાગ છેલા મહાભારતાદિના શ્લોક, તથા લેખન નામના લેક સિવાય ગઘમાં છે. શરૂવાતના ત્રણ તથા વંશાવલીના બે સિવાય બધા લોકો આજ રાજાનાં સાંગલિનાં તામ્રપત્રોમાં છે.
( ૫. ૪૦-૪૨ ) પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ એટલે કે ઈન્દ્ર ૩ જાનાં ચરણનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રી સુવર્ણવર્ણદેવ પૃથ્વીવલભ, શ્રી વલભનરેન્દ્રદેવ એટલે કે રાષ્ટ્રકૂટ ગોવિંદ ૪ થા ને આ લેખ છે. (૫. ૪૬) દાન અપાયું ત્યારે પરબન્ધના ઉત્સવ સબબ ગેવિંદરાજ પિતાની રાજધાની માન્ય ખેટ છોડીને ગોદાવરીના કાંઠા ઉપરના કપિત્થક ગામે ગયે હતો (૫. ૪૬-૪૯) ત્યારે તેણે પિતાની સેનાની તુલા કરાવી હતી અને તે વખે તેણે ૬૦૦ અગ્રવાર, ૩ લાખ સુવર્ણ, મંદિરને ૮૦૦ ગામે, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રમ્મ આપ્યાં હતાં. (પં. પરં-૫૪) પછી તેણે લાટ પ્રદેશમાં ખેટક પરગણામાં કાવિકા તીર્થ પાસેનું કેવજ ગામ દાનમાં આપ્યું હતું. આ દાનની નેંધ લેવા આ તામ્રપત્ર કોતરાયું છે. (૫. ૧૧-૧ર) દાન લેનાર માથર ગેત્રને, વાજિ કાર્વ શાખાને મહાદેવસ્યને પુત્ર નાગમાર્ય નામને બ્રાહ્મણ હતે. તે માન્ય ખેટમાં ગોવિદ ૪ થાનાં ચરણે જીવતો હતો અને મૂળ કાવિકા ને રહીશ હતા. પં. ૪૪-૪૬ દાનની તિથિ નીચે મુજબ છે. શ. સં. ૮૫ર ખર સંવત્સર જયેષ્ઠ સ. ૧૦ સોમવાર હસ્ત નક્ષત્ર. આની બરાબર ડો. કીલોને ગણત્રી કરતાં ઈ. સ. ૯૩૦ ની ૧૦ મી મે ને સોમવાર બરાબર આવે છે.
પ૧-૫૨) 6
2 માન્યખેટ નીચે મુ"3મ ગણત્રી
૧ એ. ઈ. વ. ૭ પા. ૨૬ ડે. ડી. આર. ભાંડારકર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org