________________
નં. ૧૩ર કપડવંજનું કૃષ્ણ ૨ જાનું દાનપત્ર
શક સંવત્ ૮૩૨ વૈશાખ પૂર્ણિમા (ઈ. સ. ૯૧૦–૧૧ ) આ દાનપત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. લેખ થોડાક ઉચાં વાળેલા કાંઠાવાળાં ત્રણ તામ્રપત્રો પર કોતરેલો છે. દરેક પતરાંનું માપ આશરે ૧૧૪૮”નું છે.
બીજાં જાણવામાં આવેલાં દાનપત્રોની મુદ્રામાં શિવની આકૃતિ હોય છે, પણ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરૂડની આકૃતિ છે; તેથી કૃષ્ણ ૨ જો શૈવ ન હતું, પણ વૈષ્ણવ હતા, એવું અનુમાન થઈ શકે છે..
પ્રારંભમાં અન્ય રાષ્ટ્રકૂટ દાનપત્રને મળતી' ટૂંકી વંશાવલિ આપી છે, તે નીચે પ્રમાણેઃ
કૃષ્ણરાજ ૧ લો અથવા શુભતુંગ
ધ્રુવરાજ અથવા નિરુપમ ગોવિન્દરાજ, ૩ જે.
મહારાજ ષડ
શુભતુંગ અથવા અકાલવર્ષ, અથત કૃષ્ણ ૨ જે
ધ્રુવરાજને બીજા પુત્રો હતા, છતાં એણે ગાદી ગોવિન્દરાજ (૩ જા)ને આપી, કારણ કે તે ગુણી હતું, એવું લે. ૭ મામાં કહ્યું છે. અન્ય દાનપત્રોમાં ગોવિંદના એક જ ન્હાના ભાઈનું, ૩ જ ઈન્દ્રનું, નામ ઉપલબ્ધ છેઃ એ ઈન્દ્ર રાષ્ટ્રકૂટની ગુજરાત શાખા સ્થાપી. આ દાનપત્રમાં મહારાજ ષષ્ઠ કહ્યો છે તે અન્ય દાનપત્રોમાંને મહારાજ શર્વ ઉર્ફે અમોઘવર્ષ જ છે, બીજે કેઈ નહીં. એણે શત્રુઓને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું એવી હકીકત આ દાનપત્રમાં આવી છે. અન્ય દાનપત્રથી જણાય છે કે એ શત્રુઓ એના કુટુંબીઓ જ હતા, ઘણે ભાગે ૪ થે ગોવિંદ જ હશે જેને મહારાજ શર્વે પિતાના પિત્રાઈ ગુજરાતના ૨ જા કર્કની મદદ લઈને જિત્યો હતે.
ત્યાર પછી રાજાકૃષ્ણના મહાસામને પ્રચંડની વંશાવલિ આપેલી છે.
જે ૭૫૦ ગામોમાંનું એક વ્યાધ્રાસ ગામનું દાન અપાયેલું જણાવ્યું છે, તે ૭૫૦ ગામો શ્લેક ૨૦ માં રાજાનાં પિતાનાં કહેલાં છે, પણ આગળના ગદ્યભાગમાં કહ્યું છે કે એ ગામોમાં કેઈ ચન્દ્રગુપ્ત મહાસામન્ત પ્રચંડને દંડનાયક હતો. માટે કદાચ એ ગામે પ્રચંડને ૨ જા કૃષ્ણ જાગીરમાં આપ્યાં હશે--કદાચ પ્રચંડના પિતા ધવલપને એના પરાક્રમની કદર તરીકે આપ્યાં હશે.
* એ. ઈ. વ. ૧ પા. પર ઈ. હુશ ૧ લૈ ૧, ૩, ૪, ૮, ધ્રુવ ત્રીજાના દાનપત્રના શ્લોક ૧, ૧૨, ૧૬, ૧૮ ને મળતા છે – ઈ, એ. કે. ૧૨ પા. ૧૭૯ ૨ જીઓ ઈ. એ, તો, ૧૪ ૫, ૧૯૭,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org