________________
૬૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું
જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરેત્તર ઉત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય, અંતરચક્ષુ પ્રગટે અને આત્માનંદરૂપ અમૃત રસની પ્રાપ્તિ થાય, જેથી પિતાને આત્મા કર્મબંધનથી મુક્ત થાય તે લક્ષે જ ઉપદેશ ગ્રહણ થાય એમ કર્તવ્ય છે.
જ્ઞાનીને દેશ અર્થાત્ નિવાસસ્થાન તો સર્વથી ન્યારુ અગમ અગોચર છે. દેહમાં છતાં, “અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમે કઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છીએ.” એમ જ્ઞાનીનો નિવાસ તે અસંગ અપ્રતિબદ્ધ વિવિક્ત આત્મામાં છે.
શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં પ્રકાશે છે કેઃ ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम्। . दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥ ७३ ॥
અર્થાત્ જેમને આત્મસ્વરૂપનું દર્શન (અનુભવ) થયું નથી તેમને જનમાં કે વનમાં એમ બે પ્રકારે નિવાસ છે, પરંતુ જેમણે આત્મા અનુભવ્યો છે તેમનો નિશ્ચળ નિવાસ તો કેવળ એક શુદ્ધ આત્મા જ છે.
એવી અસંગ દશામાં વર્તતા કૃતાર્થ એવા જ્ઞાની ઉદયાનુસાર ઉપદેશ આપે છે તે સર્વથા યોગ્ય છે અને તેમને ઉપદેશ જ જ્ઞાનદશાપૂર્વક હેવાથી તેમજ નિષ્કામ કરુણાથી યુક્ત હોવાથી જિજ્ઞાસુને જ્ઞાનદશા પમાડવા પ્રબળપણે સમર્થ સહાયક બને છે. માટે ઉપદેશ દેવાનું જે જ્ઞાનીનું કર્તવ્ય તેનું અનુકરણ તારે કરવું તે ઉચિત નથી, શ્રેયસ્કર નથી, પરંતુ તારે તો તારા શ્રેય માટે એક આત્માથે ઉપદેશ ગ્રહણ કરે એ સર્વોપરી શિક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org