________________
૨૫૮] સંત શરણુતા કાવ્ય મુંબઈ,અષાડ,૧૯૪૭ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
સેવે સદગુસકે ચરન, સે પાવે સાક્ષાત. ૧ બુઝી ચહત જે પ્યાસ કે, હૈ બુઝનની રીત: પાવે નહીંગુરુગમબિના, એહિ અનાદિ સ્થિત. ૨
૧૦
સંત શરણુતા કાવ્ય ૧. “બિના નયન” એટલે તત્ત્વચન વિના, દશ્ય જગતને અદશ્ય કરવા, અને અદશ્ય ચૈતન્ય ચિંતામણિરૂપ આત્મતત્વને દશ્ય કરવા, પ્રત્યક્ષ કરવા સમર્થ, એવી અંતર્મુખ દષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય છે તે વિચાર કે જ્ઞાનરૂપ અંતર્ગસુ, તત્ત્વચન, તે વિના, “બિના નયનકી બાત” એ શુદ્ધ આત્મા, કે જે જડ એવા દેહ અને ઇન્દ્રિયેથી અતીત હેવાથી તે જડ નયનરૂપ નથી, તેમ તે જડ નયન પરમાર્થે તેનાં નથી, તે ઈન્દ્રિયાતીત આત્મા (તત્વચન વિના) પ્રાપ્ત કરી શકાતા નથી, તેનો સાક્ષાત્કાર થઈ શકતો નથી.
તે વિચાર કે જ્ઞાનચક્ષુરૂપ દિવ્યદષ્ટિ કે તવચન પ્રાપ્ત કરવા તત્વચનદાયક એવા નયન એટલે દોરવણી આપનાર પરમકૃપાળુ સદ્ગુરુના ચરણની ઉપાસના વિના બીજે કઈ અચૂક ઉપાય નથી. જે સદ્દગુરુનાં ચરણને પરમ પ્રેમ, પરા ભક્તિએ સેવે છે તેને તે આત્મસ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે. ૧ ૨. આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર કે અનુભવ અમૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org