________________
કૈવલ્ય બીજ
૬૫
જ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાન પ્રકાશને પામે છે. તેથી અનુભવ સમયનું જે હસ્ય જ્ઞાન અથવા તેનું ય કારણુ “પર પ્રેમ પ્રવાહ તેને જ્ઞાનીઓ કેવળજ્ઞાનનું બીજ કહે છે. બીજમાંથી જેમ સંપૂર્ણ વૃક્ષ થઈ તે પુષ્પ અને ફળે કરી યુક્ત થાય છે, તેમ આ બીજજ્ઞાનમાંથી સંપૂર્ણ કેવળજ્ઞાન દશા પ્રાપ્ત થઈ સંપૂર્ણ પરમાત્મપદ પ્રાપ્ત થાય છે, એટલે આ જ્ઞાન સ્વસ્વરૂપને અનુભવ પ્રગટાવે છે અને તે અનુભવ ધારા નિરંતર અખ્ખલિતપણે ચાલુ રહી અખંડ અનુભવરસમાં રમણુતારૂપ પરમાત્મપદમાં સ્થિતિ કરાવવા સમર્થ બને છે. ધન્ય છે તે જ્ઞાન ઐશ્વર્યને, અને ધન્ય છે તે અનુભવ અમૃત રસાસ્વાદી મહાભાગ્ય જ્ઞાની સદ્દગુરુદેવને! ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org